વાગડના સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજી મંદિરે મહંતના અંતિમ દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા

કચ્છ-વાગડમાં આસ્થાના પ્રતિક રાપર તાલુકાના રવ ગામે આવેલા પાંડવ કાલીન સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજી મંદિરના મહંત ગંગાગીરી બાપુ આજે દેવલોક પામ્યા હતા. છેલ્લા 25 વર્ષથી પ્રસિદ્ધ રવેચી મંદિરમાં મહંત તરીકે બિરાજમાન મહંતના નિધનથી સેવકગણમા શોકની લાગણી ફેલાઇ છે. આજે શુક્રવારે સવારે 10 વાગ્યે સદ્દગત મહાત્માની પાલખીયાત્રા નીકળી હતી, જેમાં રવ નાની, રવ, ડાવરી, જેસડા, રાપર, ભચાઉ સહિત સમગ્ર વાગડ અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી સેવકો ઉપસ્થિત રહ્યા હતા. રવેચી મંદિરના પ્રાંગણમાં તેમના નશ્વર દેહને સમાધિ આપવામાં આવી હતી.

વાગડના સુપ્રસિદ્ધ રવેચી મંદિરના મહંતનું નિધન થતા રાપર ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, રાપર તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ રાજુભા જાડેજા, ગોડજી ભટ્ટી, રાશુભા જાડેજા, વણવીરભાઈ સોલંકી, રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયા, નગરપાલિકાના માજી પ્રમુખ હઠુભા સોઢા, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ભિખુભા સોઢા, રાપર તાલુકા પંચાયતના માજી પ્રમુખ હમીરજી સોઢા, વાડીલાલ સાવલા, રાપર તાલુકા કરણી સેનાના પ્રમુખ અરવિંદસિંહ જાડેજા, કમલસિંહ સોઢા, રાસુભાત ભાટી શકિતસિંહ જાડેજા સહિતના આગેવાનો અને સેવકગણ ઉપસ્થિત રહ્યા હતા. મહંત ગંગાગીરી બાપુના નશ્વર દેહને રવેચી મંદિરના પ્રાંગણમાં ભાવિકોના દર્શનાર્થે રાખવામા આવ્યો હતો. તેમની પાલખી યાત્રા બાદ સમાધિ આપવામાં આવી હતી.

Leave a comment