અદાણી ટ્રાન્સમિશન સ્ટેપ-ટુ લિ. દ્વારા રુ.1,900 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યની કાર્યરત મહાન-સિપત ટ્રાન્સમિશન અસ્કયામતો ધરાવતી એસ્સાર ટ્રાન્સકો લિ.નો 100% હિસ્સો હસ્તગત કર્યો

વધતા સ્માર્ટ મીટરિંગ પોર્ટફોલિયો સાથે ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) એ રુ.1,900 કરોડની એન્ટરપ્રાઇઝ કિંમત માટે જરૂરી નિયમનકારી અને અન્ય મંજૂરીઓ મેળવ્યા બાદ એસ્સાર ટ્રાન્સકો લિ.માં 100% હિસ્સો હસ્તગત કર્યો છે. આ સંબંધી શેર સંપાદન જૂન, 2022 માં હસ્તાક્ષર કરાયેલા નિશ્ચિત કરારોને અનુરૂપ છે

મધ્યપ્રદેશના મહાનથી છત્તીસગઢના સિપત પૂલિંગ સબસ્ટેશન સાથે જોડતી સંપૂર્ણ રીતે કાર્યરત 400 kV ક્ષમતાની 673 ckt કિલોમીટરની આંતર-રાજ્ય ટ્રાન્સમિશન લાઇન આ સંપાદનમાં આવરી લેવામાં આવી છે. 22 સપ્ટેમ્બર 2018 ના રોજ શરૂ કરવામાં આવેલો આ પ્રોજેક્ટ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (CERC) ની નિગેહબાનીમાં  નિયમનિત રિટર્ન ફ્રેમવર્ક હેઠળ કામકાજ કરે છે.

        AESL ની મૂડી વ્યવસ્થાપનની ફિલસૂફી અનુસાર ATSTL એ સૌથી વધુ સ્પર્ધાત્મક શરતો પર ધિરાણ પણ વધાર્યું છે.  AESLમાટે મૂડી એકત્ર કરવા માટે આ એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરે છે અને તેની કાર્યરત મિલ્કતો માટે નીચી કિંમતના ઋણની દીશા ખોલવા સાથે. AESLના યુટીલિટી કેશફ્લોની ગુણવત્તાનું ધિરાણ એ લાંબા ગાળાના લાઇસન્સ સાથે દાખલો બેસાડે છે, જે સ્થિર નિયમનકારી માળખા દ્વારા સારી રીતે સમર્થિત છે. ધિરાણ માટે એકમાત્ર MUFG બેંક લિ.ધિરાણકર્તા છે.

મધ્ય ભારતમાં AESLના અસ્તિત્વને આ મહાન-સિપટ ટ્રાન્સમિશન નેટવર્કનું સંપાદન મજબૂત બનાવશે. પ્રદેશમાં 3,373 ckt કિમી ધરાવતી ચાર કાર્યરત મિલ્કતો સાથે આ સંપાદન તેની વર્તમાન ક્ષમતાઓને વધારવા તેમજ ઓપરેશનલ સિનર્જી દ્વારા કાર્યક્ષમતા લાવવા અને અસરકારક નેટવર્ક બનાવવાની AESLની વિચારધારા સાથે સુસંગત છે. ભારતમાં ઊર્જા સંક્રમણ ક્ષેત્રની મોખરાની AESL ઉર્જાની મજબૂત માંગ સાથે હિતના ક્ષેત્રોમાં બજારની તકોને પારખીને તેને ઝડપી લેવાની ક્ષમતાને આગળ ધપાવવા અને તેના સ્થાનને બરકરાર રાખવાના તેના સતત પ્રયાસોમાં આગળ વધતી રહે છે.

About Adani Energy Solutions Limited (AESL):

AESL, part of the Adani portfolio, is a multidimensional organization with presence in various facets of the energy domain, namely power transmission, distribution, smart metering, and cooling solutions. AESL is the country’s largest private transmission company, with a presence across 17 states of India and a cumulative transmission network of 21,182 ckm and 57,011 MVA transformation capacity. In its distribution business, AESL serves more than 12 million consumers in metropolitan Mumbai and the industrial hub of Mundra SEZ. AESL is ramping up its smart metering business and is on course to become India’s leading smart metering integrator with an order book of over 22.8 million meters. AESL, with its integrated offering through the expansion of its distribution network through parallel licenses and competitive and tailored retail solutions, including a significant share of green power, is revolutionizing the way energy is delivered to the end consumer. AESL is a catalyst for transforming the energy landscape in the most reliable, affordable, and sustainable way.

Leave a comment