ગાંધીધામ અને કચ્છભર માટે ગૌરવરૂપ બની રહેલી તોલાણી મોટવાને ઈન્સ્ટીટ્યુટને નેશનલ બોર્ડ ઓફ એક્રેડિએશનની માન્યતા મળી છે. સમગ્ર રાજ્યમાં આ સ્તરની માન્યતા પ્રાપ્ત કરતા આ માત્ર બીજીજ સંસ્થા છે, જે તેના ઉચ્ચ શિક્ષણ અને તે માટેના સંકલ્પને દેખાડે છે. સાથેજ ચાલુ વર્ષથી બીબીએનો કોર્ષ પણ સંસ્થા ચાલુ કરવા જઈ રહી છે. કોઇ અતીરીક્ત ડોનેશન વિના, ઉલ્ટાનું છાત્રોને સ્કોલરશીપ આપીને ગુણવતા યુક્ત શિક્ષણ આપવાની સંસ્થાની ખેવનાથી એક પણ સીટ અહી ખાલી રહેવા પામતી નથી.
સંસ્થાના ડાયરેક્ટર ડો. સંપદા કાપશેએ જણાવ્યું કે એનબીએ દ્વારા સંસ્થાઓ, વિધાર્થીઓ, નોકરીદાતાઓને ઉચ્ચ ગુણવતાની ખાતરી અપાય છે, આ એક એવી પ્રક્રિયા છે જેમાં કોલેજની વિવિધ વિધાશાખાઓ જેવી કે વિઝન,મિશન અને શૈક્ષણિક ઉદેશ્યો, ગવર્નેન્સ, નેતૃત્વ અને નાણાકીય સંશાધનો, પ્રોગ્રામના પરિણામો અને શિખવણીની પ્રક્રિયાઓને,શિક્ષકોના યોગદાનને આંતરાષ્ટ્રીય ક્નેક્ટ અને વિશ્વનીયતા પુરી પાડે છે. આ સિદ્ધી મેળવવા પાછળ ગાંધીધામ કોલેજીએટ બોર્ડના ડો. એ.એચ. કાલરો, પ્રોફેસર એચ.કે. ક્રિપલાણી, પ્રો. એલ.એચ. દરયાણી, પ્રોફેસર કે. વેંક્ટરશ્વરલુંના માર્ગદર્શન હેઠળ ડાયરેક્ટર સંપદા કાપશે, ડો. તેજસ પુજારા, ડો. અંકિત ગાંધી, પ્રો. હિતેંદ્ર લચ્છવની, પ્રો. સાગર તન્ના, પ્રો. પ્રાચી નોતાની, પ્રો. અનુજ શર્મા, પ્રો. જુહી દુધાની, ડો.સુરેશ લાલવાણી, બીપીન ચૌહાણ અને વિજેતા ઉદાની, વિરમ આહીર, હીર સાકરીયા વગેરે સ્ટાફની સખત મહેનત કારણભુત છે. કચ્છના છાત્રોને સારૂ શિક્ષણ મળે તે ઉદેશ્યથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટી (જીટીયુ) સાથે સંલગ્ન નવા બીબીએ પ્રોગ્રામની શરૂઆત આ વર્ષથી કરાઈ રહી છે. ડાયરેક્ટર કાપશેએ સમગ્ર ગતીવીધી અંગે માહિતી આપીને 5 તાલુકામાં બાળકો માટે કામ કરાયું હોવાનું અને નવી શિક્ષણનીતિ અંતર્ગત બીબીએ શરૂ થનાર હોવાનું કહ્યું હતું. ડો. તેજસ પુજારાએ એનબીએનું મહત્વ સમજાવતા તેના આંતરાષ્ટ્રીય સ્તરની ગુણવતા અંગે કોલેજોની ચકાસણી કરતી હોવાનું જણાવીણે આ કોલેજમાં તમામ સીટો ભરાઈ જતી હોવાનું કહ્યું હતું, જે ઘણી કોલેજોમાં ખાલી રહે છે. આ પરીવર્તનથી છાત્રોને વધુ સારુ પ્લેસમેન્ટ અને સારી આવકના રોજગાર પ્રાપ્ત થશે. ડો. દરીયાણી અને પ્રો. વેંક્ટરશ્વરલુએ આભાર વ્યક્ત કરીને બીબીએની વિશેષતાઓ વર્ણવી હતી.
