જી.કે.જનરલ અદાણી હોસ્પીટલમાં આંખ વિભાગ દ્વારા યુવાનની આંખમાં દુખાવો અને એકાએક તેની જ્યોતિ જતી રહેતા સારવાર મારફતે પુનઃ દ્રષ્ટિ આપી હતી
હોસ્પિટલના આંખ વિભાગના નિષ્ણાત ડો.અતુલ મોડેસરા એ કહ્યું કે, ધોળાવર ગામના ૩૫ વર્ષીય નૂરમામદની આંખની રોશની જતી રહેતા સારવાર માટે અત્રે આવતા તેનું એમ. આર.આઇ. થયું ત્યારે ઓપ્ટિક નર્વ (આંખની નસમં સોજો) હોવાનું નિદાન થયું. દર્દી અત્રે સારવાર લેવા સહમત થવાથી નૂરમામદનું ખોવાયેલું નૂર તેને પરત મળી ગયું હતું .દર્દીને ૧૦ દિવસથી આ ક્ષતી થઈ હતી.
આંખ વિભાગના તબીબ ડો.નૌરીન મેમણે કહ્યું કે, આ રોગમાં આંખને ચેપ લાગવો, સ્વયં પ્રતિરક્ષા પ્રણાલી વિક્ષેપિત થવી, વિટામીનની ખામી જેવી અનેક બાબતોથી પણ આવું થતું હોય છે, પરંતુ જવાબદાર પરિબળો ઉપર અસર કરતી દવા આપી સારવાર કરાવવાથી રાહત મળે છે. આ સારવારમાં ડો.ધ્રુવી, ડો.ચિંતન અને ડો.વૃંદા જોડાયા હતા.
