ભારતની અર્થવ્યવસ્થાના ઝડપી વિકાસ માટે વીજળી પાયાનો પથ્થર છે. ભારતની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક કંપની સ્પર્ધાત્મક લાભ અને નાણાકીય કૌશલ્યના અનોખા મિશ્રણ સાથે ભારતની ઉર્જાની જરૂરિયાતોને સંતોષવા અગ્રેસર છે. દેશની વધતી જતી ઉર્જા માંગને પહોંચી વળવામાં મોખરે અદાણી પાવર લિમિટેડે (APL) નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા છે. APLનો CII બિઝનેસ એક્સેલન્સ એસેસમેન્ટ સ્કોર 592 CII મૂલ્યાંકનમાં ભાગ લેતી તમામ પાવર કંપનીઓમાં સૌથી વધુ છે અને તે કોઈપણ કંપની દ્વારા તેની પ્રથમ આકારણીમાં મેળવેલો સર્વોચ્ચ સ્કોર છે!
15,250 મેગાવોટની ક્ષમતા સાથે APL ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી થર્મલ પાવર કંપની તરીકેનુ ગૌરવ ધરાવે છે. ભારતના ખાનગી ક્ષેત્રના કોલસા અને લિગ્નાઈટ આધારિત વીજ ઉત્પાદન ક્ષમતામાં તે મહત્વપૂર્ણ 18% હિસ્સો ધરાવે છે. એટલું જ નહીં, APL નજીકના ભવિષ્યમાં નોંધપાત્ર વધારો કરવા તૈયાર છે. કંપની 21 GW ની ઉત્પાદન ક્ષમતા બનાવી રહી છે. આ વિસ્તરણ કાર્બનિક વૃદ્ધિ અને વ્યૂહાત્મક એક્વિઝિશનના સંયોજન દ્વારા સાકાર કરવામાં આવનાર છે.
તાજેતરમાં નવીનતા અને આંતરરાષ્ટ્રીય પ્રભાવ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા કંપનીએ ઝારખંડમાં 1,600 મેગાવોટના અલ્ટ્રા સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટનું કમિશનિંગ કર્યું છે. આ સીમાચિહ્નરૂપ પહેલથી બાંગ્લાદેશને આંતરરાષ્ટ્રિય વીજ પુરવઠાની સુવિધા મળી છે, જે વૈશ્વિકસ્તરે પર ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. APLની મહત્વાકાંક્ષી વૃદ્ધિને જોઈએ તો, મધ્યપ્રદેશના મહાન પ્લાન્ટમાં 1,600 મેગાવોટનો વિસ્તરણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
APL ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા અને રાષ્ટ્રના વિકાસ એન્જિનને ટકાઉ બળતણ આપવા અત્યાધુનિક તકનીકો અને શ્રેષ્ઠ પ્રથાઓને સમર્પિત છે. તે વર્તમાન અને આગામી પેઢીના પોર્ટફોલિયોના 74% થી વધુ સુપરક્રિટિકલ અને અલ્ટ્રા-સુપરક્રિટિકલ એકમોનો ઉપયોગ કરે છે. FY24માં APLનું મજબૂત પ્રદર્શન ઓપરેશનલ શ્રેષ્ઠતા અને વ્યૂહાત્મક અગમચેતીને રેખાંકિત કરે છે. નાણાંકીય વર્ષ 24 માં ભારત અને બાંગ્લાદેશમાં 57 બિલિયન યુનિટ પાવર ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળી કંપનીએ પોતાનુ સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.
નાણાકીય રીતે જોઈએ તો, APL એ પાંચ વર્ષના સમયગાળામાં 18% રેવન્યુ કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR) સાથે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. જો કે કંપની આ સફળતાનો શ્રેય પ્લાન્ટ્સની કામગીરી અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરવાના હેતુથી આદરેલી વિવિધ પહેલોને આપે છે. ઉડુપી, રાયપુર, રાયગઢ અને મહાન જેવા હસ્તગત પ્લાન્ટના પરિણામોએ તેનો પુરાવો છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર કંપનીનું ધ્યાન, સતત વૃદ્ધિ માટે ટેક્નોલોજીનો લાભ લેવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
જવાબદાર કોર્પોરેટ તરીકે APL પર્યાવરણીય ટકાઉપણા પર મજબૂત ભાર મૂકે છે. CII દ્વારા ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી‘ તરીકે પ્રમાણિત આઠમાંથી સાત પ્લાન્ટ સાથે સક્રિયપણે યોગદાન આપી રહી છે. મલ્ટિપ્રોન્ગ્ડ ડીકાર્બોનાઇઝેશન પહેલના ભાગ રૂપે APL એ IHI ના જાપાન પ્લાન્ટમાં ગ્રીન એમોનિયાના કમ્બશન માટે મુન્દ્રા પ્લાન્ટ બોઇલર્સનું અનુકરણ કરવામાં એક મુખ્ય તકનીકી સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ભારતનો સૌથી મોટો ખાનગી ક્ષેત્રનો મુન્દ્રા પાવર પ્લાન્ટ પરંપરાગત કોલસાથી ચાલતા 330MW યુનિટના બોઈલરમાં 20% સુધી ગ્રીન એમોનિયા કો-ફાયર કરશે.
APLના સ્ટેશનોને AWMS માન્યતા દરમિયાન સૌથી વધુ માન્યતા મળી હતી અને આ કેટેગરીમાં ડાયમંડ એવોર્ડ મેળવનાર અદાણી ગ્રુપમાં મુંદ્રા એકમાત્ર પ્લાન્ટ છે. APLના ચાર પાવર સ્ટેશનો (કવાઈ, ઉડુપી, મુન્દ્રા અને રાયપુર) એ RBNQA એવોર્ડ પ્રોગ્રામમાં ‘પર્ફોર્મન્સ એક્સેલન્સ‘ એવોર્ડ જીત્યા છે, જે કંપનીઓની શ્રેષ્ઠતા તરફની આગેકૂચ છે. APL ભારતમાં પાવર ઉદ્યોગના પરિવર્તનનું નેતૃત્વ કરવા તૈયાર છે.
APL ની વૃદ્ધિ અને પરિવર્તનની સફર સ્થિતિસ્થાપકતા, નવીનતા અને શ્રેષ્ઠતા માટે અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા વર્ગીકૃત થયેલ છે. જેમ જેમ ઉર્જા ક્ષેત્રના વિકસતા લેન્ડસ્કેપમાં આગળ તે આગળ વધી રહી છે તેમતેમ તે વૈશ્વિકસ્તરે ટકાઉ વૃદ્ધિ અને સમૃદ્ધિને આગળ ધપાવે છે.
