ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પર્યાવરણ સંરક્ષણ મામલે સક્રિય છે. તાજેતરમાં કંપની દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ડ્રાઇવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ધબ્ર રેલવે સ્ટેશન ખાતે પ્લાસ્ટિક કચરાના વધતા જતા જોખમને નાથવા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન દ્વારા કંપનીએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ વહેતો કર્યો છે.
APSEZ મુન્દ્રા પર્યાવરણીય ટકાઉપણું માટે મક્કમ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યું છે. ધબ્ર રેલ્વે સ્ટેશન નજીક પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ડ્રાઇવનું આયોજન કરીને પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડત ચલાવી છે. પર્યાવરણ બચાવવાની આ મુહિમમાં સ્વયંસેવકો, કર્મચારીઓ અને સમુદાયના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા. પ્લાસ્ટિક કચરાનો નિકાલ ભવિષ્યની પેઢીઓ માટે પૃથ્વીનું જતન કરવાના કંપનીના સમર્પણને દર્શાવે છે. ટીમ સાથે સૌએ ભેગા મળીને આશરે 195 કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો હતો.
વિશ્વના 6૦ ટકા પ્લાસ્ટિક વેસ્ટના મિસમેનેજમેન્ટ માટે જવાબદાર 12 દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જોકે, પ્લાસ્ટિક કચરાના માથાદીઠ ઉત્પાદનની શ્રેણીમાં ભારત તળિયે છે. ભારત દેશમાં દરવર્ષે અંદાજે 3.4 મિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટ પેદા થાય છે, જેમાંથી 30% રિસાયકલ કરવામાં આવે છે, જ્યારે બાકીનો ખુલ્લા મેદાનમાં ઠલવાય છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, જાહેર રસ્તાઓ જેવા સ્થાનોએ પ્લાસ્ટિકના ઉકરડા જોવા મળે છે. તેવામાં APSEZ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસોથી લોક જાગૃતિ પણ આવી છે.
પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શનની આ પહેલ APSEZ ની પર્યાવરણીય કારભારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ચાલો સૌ સાથે મળીને કામ કરીએ, અને સ્વચ્છ, સ્વસ્થ ભવિષ્ય બનાવીએ.
