ડાયવર્સિફાઇડ અદાણી ગ્રુપની ભારતની સૌથી મોટી સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ્સ કંપનીઓ પૈકની એક અને સૌથી વિશ્વસનીય વારસો ધરાવતી બ્રાન્ડ એસીસી લિમિટેડે (એસીસી) 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળા અને સંપૂર્ણ વર્ષ માટે મજબૂત પરિણામો જાહેર કર્યા છે. આ સુધારેલું પર્ફોર્મન્સ વોલ્યુમ, કોસ્ટ અને કાર્યક્ષમતાના માપદંડો પર સર્વાંગી સુધારાના લીધે મળ્યું છે.
એસીસી લિમિટેડના સંપૂર્ણ સમયના ડિરેક્ટર અને સીઈઓ શ્રી અજય કપૂરે જણાવ્યું હતું કે “અમે સિમેન્ટ ઉદ્યોગમાં અગ્રણી તરીકે અમારી સ્થિતિ મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું છે. અમારા નાણાંકીય પ્રદર્શનમાં સમગ્ર વર્ષ દરમિયાન એબિટામાં 138 ટકાનો વધારો એ અમારા બિઝનેસ મોડલની ફ્લેક્સિબિલિટી અને મજબૂત ફાઉન્ડેશનનો પુરાવો છે. અમારા ગ્રાહકોનો વિશ્વાસ અને ટકાઉ ભવિષ્ય બનાવવાની અમારી પ્રતિબદ્ધતા તથા કાર્યક્ષમતામાં વધારો, ગ્રીન પાવર વગેરેમાં રોકાણે અમારી સફળતાને આગળ ધપાવી છે અને અમે અગાઉ કરતાં પણ વધુ મજબૂત બનીને બહાર આવ્યા છીએ. સમય જતાં એસીસી વિસ્તરણ અને પર્ફોર્મન્સની કાર્યક્ષમ યોજનાઓ સાથે વધુ યુવાન અને વધુ મજબૂત બની રહી છે.”
Operational Highlights:
| Particulars (YoY) | Q4 FY’24 | FY’24 |
| Sales Volume (Clinker & Cement) | Growth of 23.5% at 10.4 MioT | Growth of 20.3% at 36.9 MioT |
| Kiln Fuel Cost | Down by 19% (Rs 2.35 to Rs 1.91 per ’000 kCal) | Down by 30% (Rs 2.76 to Rs 1.94 per ’000 kCal) |
| WHRS as a % of total power Consumption | Up by 1.0 pp to 8.2% | Up by 4.1 pp to 8.6% |
- ફ્યુઅલ બાસ્કેટમાં ફેરફાર અને વૈકલ્પિક ઇંધણના ઊંચા વપરાશ સાથે કિલ્ન ફ્યુઅલ કોસ્ટમાં સુધારો થયો
રૂ. 229 કરોડની વિશેષ આઇટમ અને રૂ. 257 કરોડની અગાઉના વર્ષોની કરવેરા જોગવાઈની રિવર્સલ સમાવિષ્ટ
- નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં અમેઠા ખાતે 16.3 મેગાવોટના ડબ્લ્યુએચઆરએસ કાર્યાન્વિત કર્યો. ચંદા (18 મેગાવોટ) અને વાડી (21.5 મેગાવોટ) ખાતેની ડબ્લ્યુએચઆરએસ ફેસિલિટીનું કામ ચાલુ છે અને આ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં પૂરું થશે જેનાથી કુલ ક્ષમતા 86 મેગાવોટ એટલે કે કુલ પાવરના 25 ટકા થશે.
નાણાંકીય હાઇલાઇટ્સઃ
- તમામ નાણાંકીય બાબતોમાં નોંધપાત્ર સુધારો થયો. આવકમાં વધારો 13 ટકા રહ્યો. ઓપરેટિંગ એબિટા 79 ટકા વધી, એબિટા માર્જિન 9.8 ટકાથી વધીને 15.5 ટકા થયું
- ચોથા ત્રિમાસિક ગાળામાં કામગીરીથી કુલ રૂ. 1,044 કરોડનો કેશ ફ્લો મળ્યો, નાણાંકીય વર્ષ 2024માં રૂ. 2,995 કરોડ. રોકડ અને રોકડ સમકક્ષ રૂ. 4,667 કરોડે રહ્યા, કન્સોલિડેટેડ નેટ વર્થ રૂ. 16,333 કરોડે પહોંચી જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 2,191 કરોડથી વધુ હતી. બિઝનેસ વર્કિંગ કેપિટલ સમકક્ષ કંપનીઓની સરખામણીમાં શ્રેષ્ઠ છે અને 13 દિવસની સાયકલ પર રહી છે.
- માર્ચ, 2024ના ત્રિમાસિક ગાળામાં ઈપીએસ (ડાયલ્યુટેડ) રૂ. 50.2 રહી, જે માર્ચ, 2023ના ત્રિમાસિક ગાળામાં રૂ. 12.5 રહી હતી.
Consolidated Financial Performance for Q4 and FY 2023-24:
| Particulars | UoM | Q4 FY’24 | Q4 FY’23 | FY’24 | FY’23 (12 M) |
| Sales Volume (Cement & Clinker) | Million Tonnes | 10.4 | 8.5 | 36.9 | 30.7 |
| Sales Volume Ready Mix Concrete | Million Cubic Meters | 0.66 | 0.71 | 2.68 | 3.08 |
| Revenue from Operations | Rs. Cr. | 5,409 | 4,791 | 19,959 | 17,784 |
| Operating EBITDA & Margin (Excluding Other Income) | Rs. Cr | 837 | 469 | 3,062 | 1,290 |
| Rs. PMT | 802 | 554 | 830 | 421 | |
| % | 15.5% | 9.8% | 15.3% | 7.3% | |
| Other Income | Rs. Cr | 120 | 119 | 493 | 283 |
| EBIT | Rs. Cr | 721 | 411 | 2,671 | 886 |
| EBIT Margin | % | 13.3% | 8.6% | 13.4% | 5.0% |
| Profit after Tax | Rs. Cr | 945 | 236 | 2,337 | 489 |
| EPS (Diluted) | Rs. / Share | 50.2 | 12.5 | 124.1 | 26.0 |
ડિવિડન્ડ
કંપનીના ચાલી રહેલા મૂડી ખર્ચ અને વિકાસ યોજનાઓના સંદર્ભમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેરદીઠ રૂ. 7.50નું ઇક્વિટી શેર્સ પર ડિવિડન્ડ ચૂકવવાની ભલામણ કરી છે જે 12 મહિનાના આધાર પર ગયા વર્ષના ડિવિડન્ડના જેટલું છે.
ઈએસજી અપડેટ્સઃ
- એસીસી સુરક્ષા, એસીસી કોંક્રિટ પ્લસ, એસીસી ગોલ્ડ, એસીસી એફટુઆર અને એસીસી એચપીસીને ગૃહની ગ્રીન પ્રોડક્ટ કેટલોગમાં સ્થાન આપવામાં આવ્યું છે.
- 2028 સુધીમાં 60 ટકા ગ્રીન પાવર હાંસલ કરવામાં મદદ કરે તેવી હાલ ચાલી રહેલી ગ્રીન પાવર પહેલ પડતર ઘટાડે છે, એબિટા વધારે છે અને એસડીપી પ્લાન 2030 અંગે આગળ વધે છે.
- 2050 સુધીમાં નેટ ઝીરો કમિટમેન્ટ, નજીકના ગાળાના ટાર્ગેટ્સને એસબીટીઆઈ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે આ ક્ષેત્રમાં સૌપ્રથમ વખત છે.
- સીએસઆર પહેલ જળ વ્યવસ્થાપન, ટકાઉ આજીવિકા અને સામાજિક સમાવેશ યોજનાઓના ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા 1.4 મિલિયનથી વધુ લોકના જીવનમાં સુધારો લાવે છે.
- સિમેન્ટ કિલ્નમાં પ્લાસ્ટિક વેસ્ટના કો-પ્રોસેસિંગ દ્વારા સાત ગણી પ્લાસ્ટિક નેગેટિવિટી હાંસલ કરી
- અદાણી સિમેન્ટ બિઝનેસે 2030 સુધીમાં 8.3 મિલિયન વૃક્ષો વાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે જેના પછી અદાણી ગ્રુપનો પ્લાન 100 મિલિયન વૃક્ષો વાવવાનો છે.
- સર્ક્યુલર ઇકોનોમીને અપનાવતા લક્ષ્યાંક નાણાંકીય વર્ષ 2028 સુધીમાં 27 ટકા ટીએસઆર હાંસલ કરવાનો છે.
- એસીસી ઇકોમેક્સ, એસીસી એરોમેક્સ અને એસીસી કૂલક્રીટ સહિતની શ્રેણીબદ્ધ નવીનતમ પ્રોડક્ટ્સ સતત વૃદ્ધિ જોઈ રહી છે જે ગ્રાહકોને વિવિધ ગો-ગ્રીન વિકલ્પો ઓફર કરે છે.
બ્રાન્ડિંગ
- ભરોસા અતૂટ કેમ્પેઇન સિમેન્ટ મેન્યુફેક્ચરિંગથી આગળ વધીને એસીસીને વિશ્વસનીય બિલ્ડર તરીકે રજૂ કરે છે જે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજબરોજની જિંદગીને આકાર આપવામાં મહત્વની ભૂમિકા પર ભાર મૂકે છે જેને કનેક્ટેડ ટીવી દ્વરા ડિજિટલી વધારવામાં આવી હતી. જાહેરખબરો વ્યૂહાત્મક રીતે આઈસીસી વર્લ્ડ કપ 2023 દરમિયાન 1,300થી વધુ સ્ક્રીન પર પ્રસારિત કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રિમિયમ લોકેશન્સ ખાતે થિમેટિક કેમ્પેઇન્સ પણ રજૂ કરવામાં આવ્યું હતું.
- એસીસીએ ગુજરાતમાં વિશ્વાસ-કેન્દ્રિત કેમ્પેઇન પુનઃલોન્ચ કર્યું હતું જેનું શીર્ષક હતું ભારત કી નંબર વન સિમેન્ટ કંપની કા ભરોસા અબ ફિર સે ગુજરાત મેં.
- એસીસીએ ઈન્ટરનેશનલ લીગ ટી20માં ગલ્ફ જાયન્ટ્સ ટીમ અને પ્રો કબડ્ડી લીગમાં ગુજરાત જાયન્ટ્સ સાથે ભાગીદારી કરી હતી.
- સમગ્ર વર્ષ દરમિયાન એસીસીએ પરિવાર કેન્દ્રિત અભિગમ અને દ્વિપક્ષી વિકાસ પર ભાર મૂકીને દેશવ્યાપી મીટ્સનું આયોજન કરીને ચેનલ પાર્ટનર્સ સાથે તેની અતૂટ ભાગીદારીની ઊજવણી કરી છે.
આઉટલૂક
- સિમેન્ટ ઇન્ડસ્ટ્રીનું આઉટલૂક ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન, માંગ-પુરવઠાની સ્થિતિ અને વધુ કન્સોલિડેશન સાથે કિફાયતી મકાનો માટે સરકારના પ્રયાસો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કન્સ્ટ્રક્શન માટે ઊંચી અંદાજપત્રીય ફાળવણીના આધારે હકારાત્મક રહે છે. અદાણી સિમેન્ટ વધુ ઝડપી વિકાસ, નીચી પડતર, ગ્રુપ સિનર્જીનો લાભ મેળવશે જેના બદલામાં ટકાઉ કામગીરી અને બજાર નેતૃત્વમાં મદદ કરશે.
સિદ્ધિઓ
- ટીઆરએ રિસર્ચ દ્વારા તેના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2024માં ઈન્ડિયાઝ મોસ્ટ ટ્રસ્ટેડ સિમેન્ટ બ્રાન્ડ તરીકે સ્થાન આપવામાં આવ્યું. બ્રાન્ડે સતત બીજા વર્ષે આ સન્માન મેળવ્યું છે.
- અમારી અગ્રણી પહેલ અનબ્રેકેબલ સ્પિરિટ ઓફ ઈન્ડિયા માટે મોસ્ટ ઇન્સ્પિરેશનલ સોશિયલ મીડિયા કેમ્પેઇનની કેટેગરીમાં ગ્લોબલ બારન્ડ એક્સીલન્સ એવોર્ડ જીત્યો.
- ડીસીએક્સ ડિજિટલ કસ્ટમર એક્સપિરિયન્સ કોન્ફેક્સ એન્ડ એવોર્ડ્સ 2024 ખાતે મોસ્ટ એન્ગેજિંગ લોયલ્ટી પ્રોગ્રામ તરીકે માન્યતા મળી અને લોયલ્ટી ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત કરાઈ.
- વર્કપ્લેસ સેફ્ટી પ્રેક્ટિસીસમાં ઉત્કૃષ્ટતા બદલ બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલ દ્વારા ઈન્ટરનેશનલ સેફ્ટી એવોર્ડ 2024.
- આઈસીસી અને ઓડિશા સરકાર દ્વારા ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ ઓક્યુપેશનલ હેલ્થ એવોર્ડ અને ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા દ્વારા ત્રીજા નેશનલ સસ્ટેનેબિલિટી એવોર્ડ્સ ખાતે એન્વાયર્મેન્ટલ એક્સીલન્સ માટે પાંચ સન્માનો મેળવ્યા.
About ACC Limited
ACC Limited, a subsidiary of Ambuja Cements, is one of India’s leading producer of cement and ready-mix concrete. It is a member of the diversified Adani Group – the largest and fastest-growing portfolio of diversified sustainable businesses. ACC has 20 cement manufacturing sites, over 86 concrete plants and a nationwide network of channel partners to serve its customers. With a world-class R&D Centre, the quality of ACC’s products and services, as well as its commitment to technological development, make it a preferred brand in building materials. Established in 1936, ACC has been recognised as India’s Most Trusted Cement Brand by TRA Research in its Brand Trust Report 2024 and among ‘Iconic Brands of India’ by The Economic Times. ACC is counted among ‘India’s Top 50 companies contributing to inclusive growth’ by SKOCH and ‘India’s Top 50 Most Sustainable Companies’ by BW Businessworld. With sustainability at the core of its strategy, ACC is the first Indian Cement Company to sign the Net Zero Pledge with Science Based Targets. ACC Suraksha, ACC Concrete Plus, ACC Gold, ACC F2R, and ACC HPC are now enlisted in GRIHA product catalogue.
