જેમ તમે એસઆઈપી રોકાણ મારફત મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં નિયમિત રોકાણ કરો છો, તેવી જ રીતે SWPની મદદથી તમે મ્યુચ્યુઅલ ફંડમાં જમા રકમ નિયમત આવક સ્વરૂપે ઉપાડી શકો છો.
SWPનો લાભ લેવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જરૂરી
મ્યુચ્યુઅલ ફંડ મારફત નિયમિત આવક મેળવવા માટે SWP સ્કીમનો લાભ લઈ શકો છો. પરંતુ આ સ્કીમનો લાભ લેવા માટે તમારે પહેલા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવુ પડશે. સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન અર્થાત એસઆઈપીની જેમ કમ્પાઉન્ડિંગનો લાભ ઉઠાવી શકો છો. જે અન્ય બેન્ક એફડી, એનસીડી, પોસ્ટ જેવી સુરક્ષિત રોકાણ યોજનાની તુલનાએ વધુ 13થી 15 ટકા સુધી રિટર્ન મેળવી શકો છો. જ્યારે આ સ્રોતોમાં મહત્તમ 10 ટકા સુધી રિટર્ન પ્રાપ્ત કરી શકો છો.
SWPમાં રોકાણકાર ઉપાડની રકમ, તેની ફ્રિકવન્સી (માસિક, ત્રિમાસિક અને છ માસિક) અર્થાત સમયગાળો નિર્ધારિત કરી શકે છે. જે માત્ર નિવૃત્ત લોકો માટે જ નહિં, પરંતુ નિયમિત આવક મેળવવા ઈચ્છુક તમામ માટે ઉપયોગી છે. સિસ્ટેમેટિક વિડ્રોલ પ્લાન (SWP)નો યોગ્ય ઉપયોગ કરવા પ્લાનિંગ જરૂરી છે. તેના માટે તમારે નાણાકીય લક્ષ્યો, જોખમની ક્ષમતા, રોકાણની રણનીતિ અને લાગૂ ટેક્સ વિશે માહિતી કરવી પડશે.
કેટલું ફંડ જરૂરી
SWPમાં રોકાણ કરવા માટે રોકાણકાર પાસે મોટી રકમનું ફંડ હોવુ જરૂરી છે. જો તમે અગાઉથી જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છો, તો તમારા માટે SWP યોગ્ય નથી. કારણકે, તેનાથી તમારા કમ્પાઉન્ડિંગ રિટર્ન પર અસર થશે. તમે કેટલુ ફંડ એસડબ્લ્યૂપી અંતર્ગત પાછું મેળવવા માગો છો, તેના આધારે ફંડની રકમ નિર્ધારિત થાય છે.
SWPમાં 13-14 ટકા રિટર્ન
જો કોઈ રોકાણકાર માર્કેટની વિવિધ સાયકલમાં રોકાણ કરે છે, તો તેને લાંબાગાળે 13થી 14 ટકા રિટર્ન પ્રાપ્ત થઈ શકે છો. જો તમે વાર્ષિક 8-9 ટકા રકમ ઉપાડો છો. તો પણ તમારી મૂડી જાળવી રાખવા અને તેના ગ્રોથમાં સતત વૃદ્ધિ જારી છે.
નિવૃત્ત થનારા લોકો માટે લાભદાયી
મોતિલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટના ચીફ બિઝનેસ ઓફિસર અખિલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે નિવૃત્ત લોકો માટે SWP શ્રેષ્ઠ સ્કીમ છે. તેમજ જેઓ નિવૃત્તિની નજીક હોય તેવા લોકો પણ SWPનો લાભ લઈ શકે છે.
