હાલ ઉનાળો એટલે કે ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે. આયુર્વેદના વિવિધ ગ્રંથોમાં દરેક ઋતુમાં કેવી રીતે રહેવું, શું ખાવું-ન ખાવું અને શું કરવું-શું ન કરવું એ માટે દરેક ઋતુની અલગ ઋતુચર્યાનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. ઉનાળામાં એટલે કે ગ્રીષ્મ ઋતુમાં સ્વસ્થ રહેવા, ઉનાળામાં થતી બિમારીઓથી તેમ જ હિટ વેવથી બચવા માટે પણ આ નિર્દેશોનું પાલન ઉપયોગી બને.
ઋતુચર્યાને બે વિભાગમાં વહેંચી શકાય:
(૧) આહારના નિર્દેશો- એટલે કે ખાવા-પીવામાં જે ધ્યાન રાખવું જોઈએ એ
(2) વિહારના નિર્દેશો- એટલે કે જીવનશૈલીમાં જે ફેરફારો કરવા જોઈએ એઆહારના નિર્દેશો: ખાવા-પીવામાં શું ધ્યાન રાખવું?
● તરસ અનુસાર કુદરતી ઠંડુ થયેલ પાણી-પીણાં પીવાં. ફ્રિજનું ઠંડુ પાણી કે બરફ નાખેલું પાણી-પીણાં ન પીવાં.
● માટલાના ઠંડા પાણીમાં થોડી સાકર કે મધ ઉમેરી પીવું.
● માટલામાં સુગંધી વાળાની પોટલી મૂકવી.
● ભુખ કરતાં ઓછો, પચવામાં હળવો ખોરાક લેવો
● પ્રવાહીનું પ્રમાણ થોડું વધારે રાખવું.
● વિવિધ ફળોના શરબત (ઘરે બનાવેલા) સાકર અને મધ ઉમેરીને લેવા.. (બરફ નાખ્યા વગર)
● સકરટેટી, દ્રાક્ષ, ફાલસા, કેરી, સંતરા, દાડમ વગેરે ઋતુ પ્રમાણેના ફળો લેવા.
● ગુલકંદનું સેવન કરવું.
● પચવામાં સરળ અને હળવા હોય તેવા દૂધી, સરગવો, ગલકાં, તુરિયા, ટીંડોળા, કારેલા જેવા શાક લેવા. બજારુ પેકિંગ કરેલા ફ્રૂટના જ્યુસ કે રેડી મેઇડ કોલ્ડ ડ્રિંક્સ ન લેવા.
● ઘરે બનાવેલો તાજો શ્રીખંડ લેવો.
● નાળિયેર પાણી, મધ અને પાણી, વરિયાળી કે ધાણા નાખીને બનાવેલ પાણી પીવું.
● ખાટા, તીખા, તળેલા, ખારા સ્વાદવાળા ખોરાક ન લેવા.
● રાઈ, મરચું, મરી, લસણ, ગોળ, રીંગણ તથા ગરમ મસાલાવાળા ખોરાક ન લેવા.
● ચોખા સાથે ઘી અને દૂધ (ખીર)નું સેવન કરવું.
વિહારના નિર્દેશો: જીવનશૈલીમાં શું ફેરફારો કરવા?
● તડકો, સીધા ગરમ પવનથી બને એટલું દૂર રહેવું. બપોરે કુદરતી ઠંડા વાતાવરણમાં રહેવું.
● ચંદન,સુખડ,સરિવા વગેરે નો લેપ કપાળ અને માથાના ભાગમાં કરવો
● રાત્રે અગાશી કે ધાબા પર સૂવું.
● ખાસ સુતરાઉ, સફેદ રંગના, હળવા અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા.
● તડકામાં નીકળવા સમયે માથું અને હાથ-પગ વગેરે ખુલ્લા અવયવો કપડાંમાં ઢાંકીને નીકળવું. છત્રી સાથે રાખવી ઉત્તમ.
● તડકામાંથી તાત્કાલિક ઠંડકવાળા વાતાવરણમાં જવું નહીં, તડકામાંથી ઘરે આવીને તરત જ હાથ-પગ-મોં ધોવા નહીં, તરત નહાવું નહીં કે તરત પાણી પીવું નહીં.
● સવારે કેસૂડાના ફૂલ નાખેલ પાણીથી નહાવું.
● કસરત ઓછી માત્રામાં કરવી.
● ઉનાળામાં દિવસે થોડો સમય (૧૫ થી ૩૦ મિનિટ) સુવાની છૂટ છે.
લૂ લાગવાના (સન સ્ટ્રોક) લક્ષણો:
માથામાં દુઃખાવો, હ્ર્દયના ધબકાર વધવા, શોષ પડવો, થાક લાગવો, બેભાન થઈ જવું, ચામડી લાલ થઈ જવી, અશક્તિ લગાવી, ઝાડા થવાઆમાંનું કઈં પણ થઈ શકે..
લૂ લાગવાના (સન સ્ટ્રોક) ઉપાયો:
૧) કાચી કેરીનો બાફલો, કોકમનું શરબત, ખસનું શરબત, વરિયાળીનું શરબત, લીંબુ શરબત, ધાણાનું પાણી પીવું.
૨)વધુ લક્ષણો જણાય તો નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લેવા જિલ્લા આયુર્વેદ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે
