કચ્છી માડુઓ ઉદ્યોગો અને વાણિજ્યિક એકમો વર્ષોથી પાઈપ્ડ ગેસલાઈન કનેક્શનની રાહ જોઈ રહ્યા છે. 2015 માં આ વિસ્તારમાં CNG અને PNG પ્રદાન કરવાની બિડને જય મધોક એનર્જી કંપનીએ જીતી હતી. જોકે વિગત આઠ વર્ષોમાં લાયસન્સની શરતોનું ઉલ્લંઘન કરતા ગેસ સપ્લાય કરવા માટે સીએનજી સ્ટેશનો અને વિતરણ નેટવર્કની કોઈ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ નથી. CGD બિડિંગના ત્રીજા રાઉન્ડમાં આપવામાં આવેલા લાયસન્સમાં સૌથી લાંબી ગેસ પાઇપલાઇન નાખવા અને સૌથી વધુ સંખ્યામાં રાંધણ ગેસ કનેક્શન આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
કચ્છના રહેવાસી જયદેવ શાહે જણાવે છે કે “એક દાયકાથી વધુ સમય થયો હોવા છતાં અમે રસોડામાં પાઇપ્ડ ગેસનો ઉપયોગ કરી શક્યા નથી, જ્યારે અન્ય શહેરોમાં અમારા મિત્રોએ પાઇપ્ડ ગેસનો ઉપયોગ કરી એલપીજી સિલિન્ડરોથી છૂટકારો મેળવ્યો છે. ઘણા લોકોએ CNG કારનો વિકલ્પ પણ પસંદ કર્યો છે કારણ કે તે પેટ્રોલ અથવા ડીઝલની સરખામણીમાં સસ્તી છે, પરંતુ અમે આ લાભો માણી શકતા નથી કારણ કે અમારા શહેરમાં કોઈ CNG આઉટલેટ અને PNG કનેક્શન નથી,”.
તેલ અને ગેસ ઉદ્યોગના નિયમનકારે નવી દિલ્હી સ્થિત કંપની જય મધોક એનર્જીને તેની પ્રતિબદ્ધ સમયરેખામાં ડિફોલ્ટ કરવા બદલ વારંવાર કારણ બતાવો નોટિસ મોકલી છે. કચ્છમાં મોટી સંખ્યામાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (MSME) છે જે સ્વચ્છ અને સસ્તા ઇંધણનો ઉપયોગ કરી શકે છે. હોટલ, રેસ્ટોરન્ટ, સ્મશાન વગેરે જેવા વાણિજ્યિક વપરાશકારોને પણ સ્વચ્છ ઉર્જાનો આ સ્ત્રોત આપવામાં આવી રહ્યો નથી.
લાકડાં, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, નેપ્થા વગેરે જેવા પ્રદૂષિત ઇંધણનો ઉપયોગ કરી સ્થાનિક ઉદ્યોગો અને વ્યાપારી સંસ્થાઓ ન માત્ર પ્રદૂષણ વધારે છે, પરંતુ નાગરિકોના આરોગ્યને પણ જોખમ કરી રહ્યા છે. વળી તે વધુ ખર્ચાળ પણ છે. કુદરતી ગેસ એ ઉર્જાનો સ્વચ્છ સ્ત્રોત છે અને તેથી એકવાર ઉપલબ્ધ થયા પછી, વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
સ્થાનિક સત્તાવાળાઓ જેમ કે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, રાજ્ય/જિલ્લા વહીવટીતંત્રએ પણ ગેસની પહોંચ મેળવવા માંગતા ગ્રાહક સમુદાયના આક્રોશ વચ્ચે, ગેસ વિતરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રોલ-આઉટમાં નોંધપાત્ર વિલંબની ગંભીર નોંધ લીધી છે.
નવેમ્બર 2020માં અદાણી ટોટલ ગેસે જય મધોક એનર્જી પાસેથી કચ્છ (પૂર્વ)માં PNG અને CNG પ્રદાન કરવાની જવાબદારી લેવા સંમતિ આપી હતી, લોકો તેના ઝડપી રોલઆઉટની રાહ જોઈ રહ્યા છે. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ, ચાલી રહેલી કોર્ટ કાર્યવાહીને કારણે આ મામલો ખોરંભે ચઢ્યો હતો. અદાણી ટોટલ ગેસ લિમિટેડ (અદાણી ગ્રૂપ અને ટોટલ એનર્જીઝનું સંયુક્ત સાહસ) એ ભારતની અગ્રણી શહેર ગેસ વિતરક છે, જે દેશભરમાં લગભગ 10L ગ્રાહકોને સેવા આપે છે અને તેની પાસે ~850 CNG સ્ટેશન છે.
એક ઉદ્યોગ નિરીક્ષકે જણાવ્યું હતું કે અદાણી ટોટલ ગેસના ઝડપી રોલ આઉટનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. જેનાથી સ્થાનિકો અને ઔદ્યોગિક એકમો સીએનજી, પીએનજી ઝડપથી મેળવી શકે છે. જો કે તેના ટેકઓવર માટે નિયમનકારી અવરોધો દૂર થવા અત્યંત આવશ્યક છે.
