જી.કે.જન. અદાણી હોસ્પિ.માં ગત માર્ચમાં ૬૯૩ યુનિટ રક્ત એકત્રિત કરાયું

જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના બ્લડ બેન્ક દ્વારા વધુને વધુ રક્તદાતાઓ વર્તમાન સમયમાં આગળ આવે તેવી અપીલ કરવામાં આવી છે.

રક્તદાન માટે અનુરોધ કરતા બ્લડ બેંકના હેડ ડો.જીજ્ઞાબેન ઉપાધ્યાયએ જણાવ્યું કે,વર્તમાન સમયગાળામાં ગરમી, ઉનાળુ વેકેશન, લગ્નગાળો અને ચુંટણીનો સમય હોતાં લોકોનું ધ્યાન રક્તદાન તરફ પણ દોરાય એ હેતુસર રક્તદાતાઓને અનુરોધ કરતાં તેમણે ઉમેર્યું કે, સામાજિક,ધાર્મિક સંસ્થાઓ અને ઉધોગગૃહો આગળ આવે તો જરૂરિયાતમંદ દર્દીઓની વ્હારે આવી લોહીની આવશ્યક્તા પૂર્ણ કરી શકાય.

જી. કે. જનરલમાં પ્રતિ મહિને જુદા જુદા લોહીના તત્વો સાથે રોજેરોજ સર્જરી, ઇમરજન્સી, સ્ત્રીરોગ, થેલેસેમીયાના દર્દીઓને લોહીની જરૂરિયાત ઊભી  થતી હોવાથી રક્તદાન માટે આગળ આવવા વિનંતી કરવામાં આવી છે.

ગત માર્ચ મહિનામાં જી.કે.બ્લડ બેંક દ્વારા  ૬૯૩ યુનિટ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિકે ૩૮૧ યુનિટ અને કેમ્પ મારફતે ૩૧૨ રક્ત થેલી એકત્રિત કરવામાં આવી હતી, એમ બ્લડ બેન્કના કાઉન્સેલર દર્શન રાવલે જણાવ્યું હતું.

Leave a comment