સોનું અત્યાર સુધીમાં સૌથી મોંઘું : 66,971 પર પહોંચ્યું

સોનું આજે એટલે કે 28મી માર્ચે ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 10 ગ્રામ સોનું 137 રૂપિયા મોંઘુ થઈને 66,971 રૂપિયા થયું છે. આ મહિનાની શરૂઆતમાં, 21 માર્ચે, સોનાએ 66,968 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું.

ચાંદીમાં આજે નજીવો વધારો જોવા મળ્યો છે. તે 14 રૂપિયા મોંઘી થઈ છે અને 74,011 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. પહેલા તેની કિંમત 73,997 રૂપિયા હતી. ગયા વર્ષે 4 ડિસેમ્બરે એટલે કે 2023માં ચાંદીએ 77,073ની ઓલ ટાઈમ હાઈ પર હતી.

માર્ચમાં અત્યાર સુધીમાં સોનું 4 હજાર રૂપિયાથી વધુ મોંઘુ થઈ ગયું છે

આ મહિને એટલે કે માર્ચ મહિનામાં સોનાની કિંમતમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. 1 માર્ચે સોનું રૂ. 62,592 પ્રતિ ગ્રામ હતું, જે 28 માર્ચે રૂ. 66,971 પ્રતિ ગ્રામે પહોંચ્યું હતું. એટલે કે આ મહિને અત્યાર સુધીમાં તેની કિંમતમાં 4,379 રૂપિયાનો વધારો થયો છે. તેમજ ચાંદી પણ રૂ. 69,977થી વધીને રૂ. 74,011 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

સોનામાં તેજીના 4 કારણો:

  • 2024 માં વિશ્વવ્યાપી મંદીનો ભય
  • લગ્નસરાની સિઝનને કારણે સોનાની માંગ વધી છે
  • ડૉલર ઇન્ડેક્સ નબળો પડ્યો છે
  • વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સોનું ખરીદી રહી છે

2023માં સોનું 8 હજાર રૂપિયાથી વધુ મોંઘુ થયું હતું

વર્ષ 2023ની શરૂઆતમાં સોનું 54,867 રૂપિયા પ્રતિ ગ્રામ હતું, જે 31 ડિસેમ્બરના રોજ 63,246 રૂપિયા પ્રતિ ગ્રામે પહોંચ્યું હતું. એટલે કે વર્ષ 2023માં તેની કિંમત રૂ. 8,379 (16%) વધી. તેમજ, ચાંદી પણ રૂ. 68,092થી વધીને રૂ. 73,395 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી.

સોનું 70 હજાર રૂપિયા સુધી જઈ શકે છે

બજારના જાણકારોના મતે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. આ કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 70 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. સાથે જ ચાંદી પણ 75 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.

Leave a comment