અદાણી સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા તાલીમાર્થીઓ માટે યોગ અને ધ્યાનના તજજ્ઞો દ્વારા યોજાયો વર્કશોપ

વ્યક્તિમાં રહેલા કૌશલ્યનો ધ્યાનના નિયમિત અભ્યાસથી વધુ વિકાસ થાય છે. એમ અદાણી સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા સ્કિલ વિકાસ કાર્યક્રમ અંતર્ગત ચાલતી ડાયેટ એન્ડ ન્યુટ્રીશનની તાલીમમાં યોજાયેલ વર્કશોપ પ્રસંગે ધ્યાન અને યોગના નિષ્ણાંતોએ જણાવ્યું હતું.

       અદાણી સ્કીલ ડેવલપમેન્ટના ભુજ સેન્ટર દ્વારા તાલીમાર્થીઓ માટે યોજાયેલા વર્કશોપમાં સાંઇ આર્શિવાદ હોસ્પિટલ અંજારથી આવેલા સમાજસેવિકા અને મેડીટેશનના તજજ્ઞ યામિનીબેન ઠક્કરે કહ્યું કે, ધ્યાન એક વિજ્ઞાન છે જેના દ્વારા માનવી પોતાના મનને એકાગ્ર કરી શકે છે. જેથી બુદ્ધિ બળવાન બને છે અને એ પ્રકારે સ્કિલનો પણ વિકાસ થાય છે.

       જ્યારે યોગાના તજજ્ઞ ગૌરી ઠક્કરે જણાવ્યું કે, યોગ એક જીવન જીવવાની કળા છે તેમજ એક પૂર્ણકક્ષાની ચિકિત્સા પદ્ધતિ છે. જે જીવનશૈલી સુધારવા મદદરૂપ બને છે અને જીવનશૈલી સુધરે તો માનવીના તમામ રોગ ઉપર નિયંત્રણ લાવી શકાય છે. જ્યાં સુધી વ્યક્તિમાં રહેલી સ્કિલનો સવાલ છે ત્યાં સુધી યોગ માનવને તેમનામાં રહેલી પરમ શક્તિ સુધી લઈ જાય છે અને સ્કિલનો વિકાસ કરવામાં પણ મદદરૂપ થાય છે.

       સક્ષમના ભુજ સેન્ટર દ્વારા તાલીમ કાર્યક્રમને અનુરૂપ આવા ઉપક્રમ નિયમિત યોજાતા રહે છે જે તાલીમના સમગ્રલક્ષી અભિગમને દર્શાવે છે. સમગ્ર આયોજન અને વ્યવસ્થા સક્ષમ સ્ટાફે સંભાળી હતી.

Leave a comment