માનવતાનો સંદેશ ફેલાવતા સાયકલીસ્ટને PSI એ સહયોગ આપી ઉત્સાહ વધાર્યો

દેશમાં માનવતાનો સંદેશ લઈ નીકળેલા મુસ્લિમ યુવકને કચ્છના પાડોશી જિલ્લા મોરબી ખાતે મૂળ કચ્છના વતની પોલીસ અધિકારીએ સહકાર સાથે પ્રોત્સાહિત કરી ઉત્સાહ વધાર્યો હતો. માનવતાના સંદેશ સાથે નિકળેલા યુવાન સાથે માનવતા દેખાળી ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મોરબી ફરજ બજાવતા મુળ કચ્છના વતની ટ્રાફિક પીએસઆઇ ડીબી ઠકકર તથા સાથેના ટ્રાફિક સ્ટાફ દ્વારા માનવતાનો સંદેશ લઈ નિકળેલા મુસ્લિમ યુવકને પૂરતો સહકાર આપી રોકાણ સહિતની વ્યવસ્થા કરાવી આપી હતી. છેલ્લા ત્રણ વર્ષથી સાઈકલ યાત્રા દ્વારા સારા માનવી બનવાનો સંદેશ ફેલાવતા મુસ્લિમ યુવાન શાહનવાઝખાન અત્યાર સુધી 20 રાજ્યો અને 12 દેશમાં ફરી ચુક્યો છે.

સાયકલ પર મોરબી પહોંચેલા શાહનવાઝને સાથે પોલીસે વાતચીત યુવકના વિચારોને બિરદાવી પ્રોત્સાહિત કર્યો હતો. પીએસઆઈ ઠક્કર તેમજ સ્ટાફના ભાનુભાઈ- દેવાયતભાઈ- વિનોદભાઈ- કેતનભાઈ અને ટ્રાફિક બ્રિગેડના સંદિપભાઈએ શાહનવાઝખાનને રહેવા અને જમવા સહિતની સગવડો પુરી પાડી માનવતા મહેકાવી હતી.

Leave a comment