પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવી એરબેઝ પર આતંકવાદી હુમલો

પાકિસ્તાન પર હુમલાનો સિલસિલો અટકતો નથી. હાલમાં જ બલૂચિસ્તાનના ગ્વાદર પોર્ટ પર આતંકી હુમલો થયો હતો અને હવે બલુચિસ્તાનમાં આવેલ પોર્ટ પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવી એરબેઝ પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલો બલૂચિસ્તાનના તુર્બત ખાતેના PNS સિદ્દીકી નેવલ એર સ્ટેશન પર થયો છે. હથિયારધારી આતંકીઓઓ નેવી એરબેઝ પર હુમલો કર્યો છે.નેવી એરબેઝ પર હુમલામાં પાકિસ્તાની સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. ઘણા વિસ્તારોમાં વિસ્ફોટ થયાની પણ વાત સામે આવી રહી છે.

BLAની મજીદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી લીધી

પ્રતિબંધિત સંગઠન બલૂચિસ્તાન-લિબરેશન-આર્મી (BLA)ના મજીદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી લીધી છે. તેણે કહ્યું છે કે તેના આતંકીઓ એર સ્ટેશનમાં ઘુસીને ધડાધડ ફાયરિંગ કરી રહ્યા છે. ખરેખરમાં, મજીદ બ્રિગેડ બલૂચિસ્તાન પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે અને આ ક્ષેત્રના સંસાધનોનો ઉપયોગ કરવા માટે ચીન અને પાકિસ્તાન પર શોષણ કરાવનો આરોપ લગાવે છે.

ડોકટરોને નિર્દેશ, હોસ્પિટલમાં ઈમરજન્સી લગાવાઈ

બલૂચિસ્તાન પોસ્ટના અહેવાલ મુજબ આ અચાનક હુમલા બાદ તુર્બતના જિલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલમાં ઈમરજન્સી લગાવી દીધી છે. બધા ડોકટરોને તાત્કાલિક ફરજ પર રીપોર્ટ કરવા જણાવ્યું છે.

આ વર્ષે ત્રીજો આતંકવાદી હુમલો

તુર્બતમાં થયેલો આ હુમલો આ અઠવાડિયે બીજો અને BLA મજીદ બ્રિગેડ દ્વારા આ વર્ષે ત્રીજો હુમલો છે. આ પહેલા 29 જાન્યુઆરીએ તેણે ગ્વાદરમાં મિલિટરી ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર માચ શહેરને નિશાન બનાવ્યું હતું. 20 માર્ચે, તેણે તુર્બત ખાતે પાકિસ્તાનના બીજા સૌથી મોટા નૌકાદળના એરબેઝ પર હુમલો કર્યો હતો, ધ બલૂચિસ્તાન પોસ્ટે અહેવાલ મુજબ 20 માર્ચે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સમાં અનેક વિસ્ફોટો અને ગોળીબારના અહેવાલો પછી શરૂ થયેલી લડાઈમાં ઓછામાં ઓછા બે પાકિસ્તાની સૈનિકો અને આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

ભય અને આતંકથી સન્નાટો છવાયો

ખરેખરમાં, ગ્વાદર બંદર ચીન અને પાકિસ્તાનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ CPEC (ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર)નો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ બલૂચિસ્તાનના લોકો તેને પોતાના સંસાધનોના વ્યવસાય તરીકે જુએ છે. આ જ કારણ છે કે લાંબા સમયથી આ વિસ્તારમાં નિર્માણ કાર્યોના બદલે ભય અને આતંકથી સન્નાટો છવાયેલો છે. પરંતુ કારણો અન્ય પણ છે.

બલૂચોંનો આરોપ છે કે ગ્વાદરમાં ચાલી રહેલા સીપીઈસી અને અન્ય પ્રોજેક્ટનો હેતુ ચીનના હિતોની સેવા કરવાનો છે. આમાં સ્થાનિક લોકોની અવગણના કરવામાં આવી રહી છે. ચીન દ્વારા કરવામાં આવી રહેલા નિર્માણ કાર્યોથી સ્થાનિક લોકોના જીવનમાં કોઈ સુધારો થયો નથી પરંતુ ઘણા લોકોની આજીવિકાને પણ નાશ પામી છે.

Leave a comment