અદાણી મેડિકલ કોલેજના “ગ્રેજ્યુએશન સેરેમની” પ્રસંગે કચ્છ યુનિ.ના ઊપ કુલપતિનું મનનીય ઉદબોધન

        અદાણી મેડિકલ કોલેજની ૨૦૧૮મી બેચના ૧૪૪ વિધાર્થીઓએ ડોક્ટરની પદવી પ્રાપ્ત કરતા તેમના સાડા પાંચ વર્ષના સંઘર્ષ કાળને બિરદાવા યોજાયેલા “ગ્રેજ્યુએશન સેરેમની” પ્રસંગે કરછ યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડો. મોહન પટેલે ડોકટર બનવા બદલ અભિનંદન આપતા જણાવ્યું કે, સમાજ ડોક્ટરોમાં ભગવાનનું સ્વરૂપ જુએ છે ત્યારે ડોક્ટરની જવાબદારી વધી જાય છે.

   મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં તમામ નવોદિત ડોક્ટર્સના માતાપિતાની ઉપસ્થિતિમાં ડો.પટેલે મેડિકલ જગતમાં વિધિવત પગ મુકતા તબીબોને શીખ આપતા ઉમેર્યું કે,૨૧મી સદી હેલ્થ કેરની છે, તેથી અનેક પડકારો આ ક્ષેત્રે છે અને આવશે ત્યારે નીતિમતાને જાળવી, ડોક્ટર્સના વ્યવસાયને દીપાવજો અને જ્યાં જાવ ત્યાં ગેઇમ્સ અને કચ્છ યુનિ.નું નામ રોશન કરવા અને માતાપિતાના ત્યાગને હંમેશા યાદ રાખવા જણાવ્યું હતું.

આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો.પ્રીતિ જી. અદાણીએ નવોદિતોને અભિનંદન માટે પાઠવેલા સંદેશાનું વાંચન મેડિકલ સર્વિસિસના ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈએ કર્યું હતું.

ડો. પિલ્લાઈએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, ભારતમાં હેલ્થકેર ઝડપથી વિકસી રહ્યું છે ત્યારે અનેક પડકારો સામે આવશે તેનો સામનો કરી તેને તકમાં બદલવાની મોટી ચેલેન્જ છે. તબીબોએ તો રોજે રોજ શીખવાનું છે અને દર્દી  પાસેથી જ નવું શીખવા મળશે. તેમણે નવી ટેકનોલોજી સાથે અપડેટ રહેવા પણ ઉમેર્યું હતું.

અદાણી મેડિકલ હેલ્થકેરના હેડ ડો.પંકજ દોશીએ વર્ચુયલ ઉદબોધન કરી,મેડિકલ સ્નાતક માટે અનેક તકો સાથે પડકાર પણ છે ત્યારે રસના વિષયમાં આગળ વધવા આહવાન કરી મેડિકલની દુનિયામાં પ્રવેશવા બદલ અભિનંદન આપ્યા હતા.

  પ્રારંભમાં મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન.ઘોષે સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે કચ્છ યુનિ.ના રજીસ્ટ્રાર ડો.અનિલ ગોરે ડો.પાસે પાવર છે ત્યારે જવાબદારી પણ વધે છે તેવા સંજોગોમાં લક્ષને નજર સામે રાખી કામ કરવા અપીલ કરી હતી.આ તકે આસિ.ડીન ડો.સાગ્નિક રોયે નવા તબીબોને મહર્ષિ ચરકના શપથ લેવડાવ્યા હતા.

  આ પ્રસંગે છેલ્લા વર્ષમાં એમ.બી.બી.એસ. માં ઓવર ઓલ દેખાવમાં ડો.ત્વિશા વૈષ્ણવને ગોલ્ડ મેડલ અને બેસ્ટ આઉટ ગોઈંગ સમગ્ર દેખાવ કરનાર ડો.કુંદ મહેતાને ગોલ્ડ મેડલ ઉપરાંત વિવિધ અભ્યાસ ક્ષેત્રે દેખાવ બદલ વિધ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર દેખાવ બદલ  ઇન્ટર્ન એવોર્ડ ડો.શિવમ ઉપાધ્યાયને પ્રાપ્ત થયો હતો.

આભાર દર્શન એનાટોમી વિભાગના પ્રો.ડો.નિવેદિતા રોયે કર્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા ગેઇમ્સના વહીવટ વિભાગે જહેમત લીધી હતી.

Leave a comment