અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી ઓફ સિઝન પુરી થતા ફરી ચરસ મળવાનો સિલસિલો શરૂ

પશ્વિમ કચ્છના સરહદી અબડાસા તાલુકાના અરબ સાગર કાંઠેથી આજે સુરક્ષા તંત્રોને બિનવારસી હાલતમાં ચરસનું એક પેકેટ મળી આવ્યું હતું. દરિયામાં ઓફ સિઝન પુરી થવા સાથેજ આજે BSF અને SIB ને અબડાસાના દરિયાઈ શિયાળ ક્રિક ના જખ મંદિર વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં પ્લાસ્ટિક કવરમાં પેક ચરસનું એક પેકેટ મળી આવ્યું હતું. મળી આવેલા પેકેટને સુરક્ષા વિભાગ દ્વારા જખૌ પોલીસના હવાલે કરવામાં આવશે.

કચ્છના પશ્ચિમી દરિયા કાંઠેના મુખતવે અબડાસા અને લખપત તાલુકાના નિર્જન બેટ વિસ્તારમાંથી અનેક વખત ચરસના એકથી વધુ પેકેટ વિવિધ તમામ એજન્સીઓને મળતા રહ્યા છે. શિયાળા ના ચાર માસ માછલીઓના પ્રજનન કાળ દરમિયાન માછીમારી ઓફ સિઝન હોય છે, દરિયાનો કુદરતી માહોલ પણ હોડીઓ માટે પ્રતિકૂળ હોય છે. જોકે ઓફ સિઝન પુરી થવા સાથેજ ફરી દરિયા કાંઠેથી સમુદ્રી લહેરોમાં તણાઈ આવેલું ચરસ નું પેક્ટ મળી આવ્યું હતું. આ પહેલા છેલ્લે પાંચ માસ પૂર્વે ચરસનું પેકેટ મળ્યું હતું.

Leave a comment