પંજાબમાં આપે પાંચ મંત્રીને ઉતાર્યા ચૂંટણી મેદાનમાં

લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ હવે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ પંજાબ માટે પ્રથમ યાદી જાહેર કરી છે. સંસદીય ચૂંટણી માટે અલગ-અલગ બેઠકો પર પાંચ મંત્રીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય વર્તમાન સાંસદ સુશીલ રિંકુ પર ફરી વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમને જલંધરથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે ગત સપ્તાહે આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા ગુરપ્રીત સિંહ જી.પી.ને પણ ફતેહગઢ સાહિબથી હટાવી દેવામાં આવ્યા છે.

આ આઠ બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા

  1. પટિયાલા – બલવીર સિંહ
  2. અમૃતસર – કુલદીપ સિંહ ધાલીવાલ
  3. ખડૂર સાહિબ – લાલજીત સિંહ ભુલ્લર
  4. જલંધર – સુશીલ કુમાર રિંકુ
  5. ફતેહગઢ સાહિબ – ગુરપ્રીત સિંહ જી.પી
  6. ફરીદકોટ – કરમજીત અનમોલ
  7. ભટિંડા – ગુરમીત સિંહ ખુડિયાન
  8. સંગરુર – ગુરમીત સિંહ મીટ હેર

કરમજીત મુખ્યમંત્રીના નજીકના રહ્યા છે

મુખ્યમંત્રીના નજીકના જાણીતા કલાકાર કરમજીત અનમોલને ફરીદકોટથી ટિકિટ આપવામાં આવી છે. જો કે ફતેહગઢ સાહેબ બેઠક માટે પણ તેમનું નામ ચાલી રહ્યું હતું. પરંતુ ગુરપ્રીત સિંહ જી.પી. કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ કરમજીત અનમોલને ફરીદકોટથી ટિકિટ આપવામાં આવી છે.

કયા કયા મંત્રીને મળી ટિકિટ?

જે મંત્રીઓને ટિકિટ મળી છે તેમાં અમૃતસરથી કુલદીપ સિંહ ધાલીવાલ, સંગરુરથી ગુરમીત સિંહ મીત હેયર, પટિયાલાથી ડૉક્ટર બલબીર, ભઠિંડાથી ગુરમીત સિંહ ખુડિયાં, ખડૂર સાહેબથી લાલજીત ભલ્લરને ટિકિટ આપવામાં આવી છે.

વિપક્ષી પાર્ટીઓ દ્વારા ‘ઈન્ડિયા’ ગઠબંધનની રચના કરી છે

નોંધનીય છે કે લોકસભા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે વિપક્ષી પાર્ટીઓ દ્વારા ‘ઈન્ડિયા’ ગઠબંધનની રચના કરવામાં આવી છે. જે હેઠળ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ ગઠબંધન કર્યું છે. ગુજરાત અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે. ગુજરાતમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને બે બેઠક આપી છે, જેના પર કોંગ્રેસના કોઈ ઉમેદવારને ઉતારવામાં આવશે નહીં. જોકે પંજાબમાં આ બંને પાર્ટીઓ ગઠબંધન નહીં કરે અને સામસામે જ ચૂંટણી લડશે, જેથી પંજાબમાં ચૂંટણી રોચક બની છે.

Leave a comment