અદાણી એનર્જી સોલ્યુશન લિમિટેડના ઈન્વેસ્ટર્સ માટે વધુ એક સારા સમાચા આવ્યા છે. “બિગ થ્રી ક્રેડિટ રેટિંગ એજન્સીઓ”માંની એક અમેરિકન ક્રેડિટ રેટિંગ એજન્સી (Fitch) ફીચે અદાણી એનર્જી સોલ્યુશન લિમિટેડ(AESL) ના લાંબા ગાળાના વિદેશી અને સ્થાનિક કરન્સી ઇશ્યુઅર ડિફોલ્ટ રેટિંગ માટે ‘સ્થિર’ આઉટલૂક સાથે ‘BBB-‘ રેટિંગ આપ્યું છે. ભારતના 14 રાજ્યોમાં નેટવર્ક ધરાવતી AESL દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે.
લિંક્ડ આવકની ઉપલબ્ધતા, સહાયક નિયમનકારી માળખું, વૈવિધ્યસભર પ્રતિપક્ષો અને નાણાકીય પ્રોફાઇલ સંકલન કરવા માટે લીઘેલા પગલાઓ આ રેટીંગ માટેના પ્રેરક પરિબળોમાંના કેટલાક છે. ફિચે એવું પણ અનુમાન વ્યક્ત કર્યુ છે કે EBITDA નું નેટ લીવરેજ મધ્યમ ગાળામાં રેટિંગ સાથે સુસંગત રહેશે.
રેટિંગ એજન્સીએ 2026માં પાકતી મુદત ધરાવતી AESL-ગેરંટીવાળી 4.0% $500 મિલિયન સિનિયર સિક્યોર્ડ નોટ્સને તેમજ 2036માં ‘BBB-‘ પર 4.25% $500 મિલિયન સિનિયર સિક્યોર્ડ નોટ્સની પુનઃ પુષ્ટિ કરી છે. એ તમામ નોટ્સ અદાણી એનર્જી સોલ્યુશનની પેટાકંપની અદાણી ટ્રાન્સમિશન સ્ટેપ-વન લિમિટેડ દ્વારા જારી કરવામાં આવી હતી. ફિચ રેટિંગ્સે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનામાં, અદાણી જૂથે સાઉન્ડ ડેટ-માર્કેટ એક્સેસ દર્શાવ્યું છે.
ફિચ રેટિંગ્સે જણાવ્યું છે કે, કંપનીનો સ્માર્ટ મીટરિંગ બિઝનેસ કેપેક્સ અને રોકડ પ્રવાહને આગળ વધારશે. ફિચના અનુમાન મુજબ સ્માર્ટ મીટરિંગ વ્યવસાય દ્વારા સંચાલિત, FY24 માં અંદાજિત 80 અબજ રૂપિયાથી FY25 અને FY26 માં કંપનીનું મૂડીપેક્સ લગભગ બમણું થઈને 155 અબજ રૂપિયા પ્રતિ વર્ષ થશે. AESLએ ચાર રાજ્યોમાં 20 મિલિયનથી વધુ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવા માટે બિડ જીતી છે.
ફિચના રેટિંગ એ પણ દર્શાવે છે કે અદાણી એનર્જી સોલ્યુશનના ફંડિંગ એક્સેસ અને અદાણી ગ્રૂપમાં કથિત ગવર્નન્સના મુદ્દાઓથી ખર્ચના જોખમો હળવા થયા છે. જાન્યુઆરી 2024માં સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સેબી પાસેથી તપાસ ટ્રાન્સફર કરવાનું વોરંટ આપવાની મનાઈ ફરમાવી હતી.
અગાઉ અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ તરીકે ઓળખાતી AESL ટોચનું રેટિંગ ધરાવતી કંપનીઓમાં અગ્રણી સ્થાન મેળવવા સતત આગેકૂચ કરી રહી છે. વૈશ્વિક સ્તરે AESLને મોરેશિયસમાં વર્લ્ડ સસ્ટેનેબિલિટી કોંગ્રેસ દ્વારા ‘ગ્લોબલ સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ-2023થી નવાજવામાં આવી હતી. પાવર સેકટરમાં એક અગ્રણી સંશોધક તરીકે હરિયાળા ભવિષ્યનું સર્જન કરવાના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે સંકલ્પબદ્ધ છે.
