અદાણી ફાઉન્ડેશન દ્વારા વેક્ટર એકેડેમીના સહયોગથી યોજાયો પરિક્ષા સેમીનાર

આજના સમયમાં વિદ્યાર્થીઓ પરિક્ષાને લઈને માનસિક તણાવ માંથી પસાર થઇ રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપ તેઓ પોતાની જાતને નુકશાન પહોંચાડતા પણ વિચાર નથી કરતા, આવા બનાવો ના બને તેમજ મુન્દ્રા તાલુકાના વિદ્યાર્થીઓ JEE , NEET, GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ ટેકનિકલ કોર્ષની માહિતી મેળવી શકે તથા શીખવાની નવી પદ્ધતિઓ જાણી શકે તેવા ઉત્તમ  હેતુથી રોટરી કલ્બ ખાતે *Habit for better learning* કાર્યક્રમ નું આયોજન કરાયું હતું  જેમાં  200 થી વધુ વાલીઓ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રોટરી હોલ મુન્દ્રા ખાતે અદાણી ફાઉન્ડેશન અને વેક્ટર એકેડમી ના સંયુક્ત ઉપક્રમે તથા અદાણી કચ્છ કોપર લિમિટેડના સહયોગથી તા. 10/03/2024, રવિવાર ના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં અદાણી ફાઉન્ડેશન ના ગુજરાત રાજ્ય ના CSR હેડ પંક્તિબેન શાહ અને મુંદરા બી.એડ કોલેજના પ્રિન્સીપાલ ફફલ સાહેબ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ અને વેક્ટર એકેડમી ના શિક્ષકો દ્વારા દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન પંકતિબેન શાહ દ્વારા પ્રારંભિક પ્રવચન આપવામાં આવ્યું તેમજ કાર્યક્રમનો હેતુ સવિસ્તાર સમજાવવામાં આવ્યો હતો.ત્યાર બાદ મુખ્ય વક્તા વેક્ટર એકેડમી ના શિક્ષક આશિષ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીગણ ને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તેમજ વાંચન અને અભ્યાસની જુદી જુદી પદ્ધતિ વિશે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાજર વિદ્યાર્થીઓ અને વાલીઓ એ પણ સેમિનાર દ્વારા નવી અભ્યાસ પદ્ધતિઓ જાણવા અને અમલમાં લાવવામાં માટે ઉત્સુકતા બતાવી હતી. કાર્યક્રમ નું સંચાલન પારસભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ઉત્થાન સહાયકો અને વેક્ટર એકેડમીના ના શિક્ષકો એ જહેમત ઉઠાવી હતી.

Leave a comment