આજે 12 માર્ચ 2024નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલપમેન્ટ કરવાનું છે. ત્યારે PM મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા અને માસ્ટર પ્લાન નિહાળ્યો હતો, બાદમાં સાબરમતી ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનનું રિમોટના માધ્યમથી લોન્ચિંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે 85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે. ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે. PM મોદી અમદાવાદના તમામ કાર્યક્રમો પતાવીને રાજસ્થાન જવા રવાના થયા છે.
આજે 12 માર્ચના દાંડી માર્ચ યાત્રા દિવસ પર પૂજ્ય બાપુને સાબરમતી આશ્રમની પુર્નવિકાસ પરિયોજના માટે આશ્રમ ભૂમિ વંદનાના અવસર પર મને પ્રસન્નતા તેમજ સંતોષની અનુભૂતિ થઈ રહી છે.
55 એકર ક્ષેત્રની આ પરિયોજનામાં સાબરમતી આશ્રમની સાદગી અને પ્રામાણિક સ્થાપત્ય કલાને બનાવી રાખતા 20 જૂના ભવનોના સંરક્ષણ, 23 ભવનોનો જીર્ણોદ્ધાર અને 3 ભવનોનું પુન:નિર્માણ સામેલ છે. આ આશ્રમ મહાત્મા ગાંધીજીના વિચારો તેમજ આદેશોના અદ્ભુત કેન્દ્રના રૂપમાં જન-જનના જીવન પર વ્યાપક અસર કરતા રહેશે.
ગાંધીજીના સામાજિક અને આદ્યાત્મિક દૃષ્ટિકોણમાં તેમના વૈશ્વિક પડકારોનું સમાધાન નિહિત છે. તેમના વિચારો તેમજ દર્શનની પ્રાસંગિકતા હંમેશા બની રહેશે. તેમના સંદેશોના આત્મસાત કરતા અમૃતકાળમાં અમે એક ભવન તેમજ વિકસિત ભારતના નિર્માણ તરફ ઝડપથી વધી રહ્યા છીએ.
મને વિશ્વાસ છે કે, સાબરમતી આશ્રમના પુર્નવિકાસથી આપણી યુવા પેઢીને ગાંધીજીના જીવન તેમજ કાર્યોથી પ્રેરણા મળશે અને તેમનાથી જોડાયેલા પાવન સ્થળોના રૂપમાં આ રાષ્ટ્રની પ્રગતિને સુનિશ્ચિત કરશે. – નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીનું ગુજરાતની જનતા તરફથી સ્વાગત કરું છું: CM ભૂપેન્દ્ર પટેલ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનને ખાદીની શાલ અને ગાંધીજીની પ્રતિમા આપી સ્વાગત કર્યું હતું. સંબોધન કરતા કહ્યું હતું કે, હલાવી દેવાય એવા આજે દાંડીકૂચ દિવસે સાબરમતી ગાંધી આશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શુભારંભ થયો. આધુનિક ભારતનું તીર્થ સ્થળ છે. આશ્રમમાં 5 એકરમાં મૂળ સ્મારક છે. વડાપ્રધાનનો વિચાર છે કે આ ગાંધીજીના વિચારોને વિશ્વ સુધી ફેલાય તેના માટે ગાંધી આશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રૂ.1200 કરોડના ખર્ચે થશે. ગાંધી આશ્રમના રહેવાસીઓ અને ટ્રસ્ટીઓ વિના આ શક્ય નહોતું. આજે આ અવસરે તમામ ટ્રસ્ટીઓ અને રહેવાસીઓનો આભાર માનું છું.
