આગામી લોકસભાની ચૂંટણીને લઈને વાહિટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જોકે હજુ સુધી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી. પરંતુ તમામ તંત્ર આ માટે સજ્જ થઈ રહ્યું છે. જે અંતર્ગત આજે પશ્વિમ કચ્છના સરહદીય વિસ્તાર લખપત તાલુકાના દયાપર પોલીસ મથકની હદમાં આવતા ગામોમાં બીએસએફ અને પોલીસ દ્વારા ફ્રુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તાલુકાના ઘડુલી, દયાપર તેમજ માતાનામઢ ગામની મુખ્ય બજારોમાં આજે શેરીઓમાં હથિયારધારી જવાનોએ ફૂટ માર્ચ યોજી હતી.
ફૂટ માર્ચ અંગે દયાપર પોલીસ મથકના પીએસઆઇ કે.એ. જાડેજાએ જણાવ્યું હતું કે, જિલ્લામાંથી આવેલા બીએસએફની 74 બટાલિયનના જવાનો અને દયાપર પોલીસના જવાનો દ્વારા સયુંકત રીતે સાથે રહી તાલુકાના ઘડુલી, દયાપર તેમજ માતાનામઢ ખાતે ગામની બજાર તેમજ શેરીઓમાં ફ્રૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. બીએસએફના પીએસઆઇ પ્રવીણ શર્માએ રાહબરી સંભાળી હતી.
