અદાણી ગ્રીન એનર્જીએ 1GW નું વીજ ઉત્પાદન કાર્યરત કરી ભારતના રિન્યુએબલ ક્ષેત્રમાં સૌથી ઝડપી ગ્રીનફિલ્ડ સોલર ક્ષમતાનો ઉમેરો કર્યો

  • આ નિર્માણાધિન પ્રકલ્પ આગામી પાંચ વર્ષમાં ખાવડા ખાતે 30 ગીગાવોટના વિકાસની યોજના સાથે જોડાયેલો છે.
  • સંપૂર્ણપણે પાણી રહિત રોબોટિક મોડ્યુલ ક્લિનિંગ સિસ્ટમ્સથી આ પ્લાન્ટને આવરી લેવામાં આવશે
  • ભારતમાં વાર્ષિક ૧.૬૦ લાખ આવાસોને વીજળી આપતા 81 બિલિયન યુનિટનું ઉત્પાદન કરવામાં આવશે જે પોલેન્ડ, કેનેડાના સમગ્ર દેશમાં ઘરોની સંખ્યાની લગભગ સમકક્ષ છે ઊર્જા ઉત્પાદન બેલ્જિયમ, ચિલી, સ્વિટ્ઝર્લૅન્ડ જેવા સમગ્ર રાષ્ટ્રોને વીજળી આપી શકશે

ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ભારતની સૌથી વિરાટ અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ 1,000 મેગાવોટ સૌર ઊર્જાની સંચિત ક્ષમતાને કાર્યરત કરી છે. આ સાથે કંપનીએ 9,478 મેગાવોટની કાર્યરત ક્ષમતા હાંસલ કરીને 2030 સુધીમાં 45,000 મેગાવોટના નિર્ધારિત લક્ષ્ય તરફના તેના પ્રયાણમાં આગળ વધી રહી છે.  

અદાણી ગ્રીન એનર્જીએ ખાવડા ખાતે કામગીરી આરંભ્યાના ૧૨ મહિનાથી ઓછા સમયમાં 1,000 મેગાવોટનો પુરવઠો પૂૂરો પાડ્યો છે.જેમાં આશરે 2.4 મિલિયન સોલાર મોડ્યુલ ઇન્સ્ટોલ કરવાનુ કાર્ય સામેલ છે. આ ઝડપી ગતિવિધી 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઇંધણ પેદા કરવાની ક્ષમતા હાંસલ કરવાના ભારતના ધ્યેય પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે..

દુનિયાનો સૌથી વિશાળ 30 GWની ક્ષમતાનો રીન્યુએબલ એનર્જી પ્લાન્ટ કચ્છના ખાવડાની ૫૩૮ ચોરસ કિલોમીટરની ઉજ્જડ જમીનમાં પથરાયેલો છે, જે પેરિસના કદ કરતાં પાંચ ગણો છે. આ પ્રોજેક્ટ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને તે 15,200 થી વધુ હરીત રોજગારનું સર્જન કરશે.

અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(ANIL)ની તકનીકી નિપુણતા અને અદાણી ઇન્ફ્રાની પ્રકલ્પના સુચારુ અમલવારીની શ્રેષ્ઠતા, મજબૂત સપ્લાય ચેઇનનો લાભ ઉઠાવીને જેસલમેર ખાતે વિશ્વનું સૌથી મોટું અને ભારતનું સર્વ પ્રથમ પવન-સૌર હાઇબ્રિડ ક્લસ્ટરનું નિર્માણ અને તેનું સફળ સંચાલન કરવાની પ્રતિકૃતિ કરવા અદાણી ગ્રીન એનર્જી સજ્જ છે.

ખાવડા ખાતે ટકાઉ અયામોને એકીકૃત કરવા માટે અભિનવ ઉકેલો તૈનાત કરવામાં આવી રહ્યા છે. કંપનીએ ઉર્જા ઉત્પાદનમાં વધારો કરવા અને વેરાન કચ્છ પ્રદેશમાં પાણીના સંચયમાં મદદ કરવાના ધ્યેય સાથે  સોલાર પેનલ ઉપર ધૂળના જમાવડાના પ્રશ્નના નિરાકરણ માટે સમગ્ર સૌર ક્ષમતા માટે પાણી રહિત સફાઈ કરવા માટે રોબોટ્સ તૈનાત કરવા સંકલ્પબધ્ધ છે. જે અદાણી ગ્રીન એનર્જી લિ.ના જળ તટસ્થતાના લક્ષ્યોને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંક 6 સાથે તાલ મિલાવવા સક્ષમ બનાવશે

કંપનીના ટકાઉ પ્રગતિ અને ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપવા અને આ સરહદી પ્રદેશમાં સામાજિક અને કુદરતી સંપત્તિને વધારવાના અટલ સંકલ્પનો ખાવડા ખાતેનો આ પ્રકલ્પ પુરાવો છે.

About Adani Green Energy Limited

Adani Green Energy Limited (AGEL) is India’s largest and one of the leading renewable energy companies in the world, enabling the clean energy transition. AGEL develops, owns, and operates utility scale grid-connected solar, wind and hybrid renewable power plants. With a locked-in growth trajectory up to 20.8 Gigawatt (GW), AGEL currently has an operating renewable portfolio of over 9 GW, the largest in India, spread across 12 states. AGEL is credited with developing several landmark renewable energy power plants, the latest being the world’s largest wind-solar hybrid power cluster of 2,140 Megawatt (MW) in Jaisalmer, Rajasthan. The company has set a target of achieving 45 GW by 2030 aligned to India’s decarbonization goals. AGEL is focused on leveraging technology to reduce the Levelized Cost of Energy (LCOE) in pursuit of enabling largescale adoption of affordable clean energy. AGEL’s operating portfolio is certified ‘water positive for plants of more than 200 MW capacity’, ‘single-use plastic free’ and ‘zero waste-to-landfill’, a testament to the company’s commitment of powering sustainable growth.

Leave a comment