કીડાણા ગામના બ્રેઈનડેડ યુવાનના અંગદાનથી ચાર દર્દીને નવજીવન

ગાંધીધામ તાલુકાનાં કીડાણા ગામના ૨૪ વર્ષીય સુનિલ વિંઝોડા નામના યુવાનને બે દિવસ પહેલા ગંભીર અકસ્માત થયો હતો. જેનું બ્રેનડેડ થઈ જતાં પરિવારે આંગદાન કરવાનો નિર્ણય લેતા ગાંધીધામ સિટી પોલીસ અને હોસ્પિટલ પ્રસાશનની મદદાથી ગ્રીન કોરિડોર મારફતે સમયસર અંગો અમદાવાદ પહોંચ્યા હતા. જેના કારણે ૪ દર્દીને નવજીવન મળ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ ગાંધીધામના કીડાણાનો ૨૪ વષય સુનીલ વાલજીભાઈ વિંઝોડાએ એક સાથે ૪ લોકોને નવજીવન આપતો ગયો છે. ગાંધીધામ તાલુકાના કિડાણામાં રહેતા સુનીલ વિંઝોડાને બે દિવસ અગાઉ માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી. ગાંધીધામની ડિવાઇન લાઇફ હોસ્પિટલે ગત રાત્રે તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. જેાથી સામાજિક આગેવાનો હોસ્પિટલ ખાતે જઈ સુનીલના અંગોનું દાન કરવા સ્વજનોને સલાહ-સૂચન આપી આ ઉત્તમ દાન કરવા સમજણ આપી હતી. જેાથી સુનિલના પિતા વાલજીભાઈ અને અન્ય સ્વજનોએ સંમતિ આપ્યા બાદ બુાધવારે સવારે ગાંધીધામાથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુાધી ખાસ ગ્રીન કોરિડોર મારફતે સુનીલનું હૃદય, કિડની અને લીવર પહોંચાડાયાં હતાં. પુત્રની અંતિમ વિદાય સમયે પિતા વાલજીભાઈએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે આ ગર્વની વાત છે, મહેશ્વરી સમાજ અને સમસ્ત માનવજાતને એ સંદેશો પહોંચે કે આ એક ઉત્તમ દાન છે. નવીન ધેડા અને દેશમુખે અંગદાનની આ ઘટનાને અદભૂત ઘટના ગણાવી ઉદગાર વ્યક્ત કર્યાં કે એક સુનીલ ભલે કાયમ માટે ગયો હોય પરંતુ તે અન્ય ચાર લોકોમાં જીવતો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે  હજુ બે મહિના પૂર્વે જ સુનીલના લગ્ન થયા હતા. ત્યારે આ દુખણાં સમયે પરિવારે ઉત્તમ નિર્ણય લઈ અંગદાન કરવાનો નિર્ણય કરતાં ૪ લોકોને નવજીવન પ્રાપ્ત થયું હતું. 

Leave a comment