સ્વચ્છતા,પર્યાવરણ અને દર્દીઓ ની કાળજી તેમજ સારસંભાળ અને ઓપીડીને ધ્યનમા રાખી કાયાકલ્પ એવોર્ડ ની જાહેરાત કરવામા આવી. જેમા જિલ્લા કક્ષાએ બીજુ સ્થાન કિડાણા 2 સબસેન્ટરને મળ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ સુતરીયા ના સત્તત પ્રયાસોથી ગળપાદર 1 એનક્યુએએસ થયા બાદ તાલુકામા બીજી સિધ્ધી હાસલ કરી છે.
કિડાણા મેડિકલ ઑફિસર ડૉ સિંહા, ડૉ ભકિત ઠક્કર, સીએચઓરાજવી ઉડેલ,દેવલબેન મહેશ્ર્વરી, રાજુ ભૂરિયા,સંજય પરમાર,નીરવ ચૌહાણ,ગીતાબેન નીમાવત ડૉ રમેશ ચૌધરી,શીતલ ચૌધરી,માનસી પ્રજાપતિ ,વિરાટ મકવાણા અને કિડાણા સ્ટાફ ,આશા બહેનોની સતત મહેનત રંગ લાવી હતી.
તાલુકા કક્ષાએથી ચેતનાબેન જોશી, વિનોદ ગેલોતર, રમેશ ગોસ્વામી વગેરે એ સતત સહયોગ આપ્યો હતો. ગાધીધામ આરોગ્ય વિભાગ સતત ગુણવત્તાયુક્ત સેવાઓ તરફ પ્રયાસરત હોવાનો આ ઉતમ દાખવો બન્યો હતો. નોંધનીય છે કે પ્રથમ ક્રમાંકે આ સ્પર્ધામાં સુખપર આવ્યું હતું.
