મધ્ય પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી ડો.મોહન યાદવજી,
મધ્ય સરકારના એમએસઇ વિભાગના માનનીય મંત્રી શ્રી ચૈતન્ય કશ્યપજી,
મધ્યપ્રદેશ સરકારના માનનીય મુખ્ય સચિવ શ્રી સુશ્રી વીણા રાણાજી,
મધ્ય પ્રદેશના ઉદ્યોગ નીતિ અને રોકાણ પ્રોત્સાહન વિભાગના માનનીય અગ્ર સચિવ શ્રી રાઘવેન્દ્ર કુમાર સિંહજી,
મધ્યપ્રદેશ ઔદ્યોગિક વિકાસ નિગમ લિમિટેડના વહીવટી નિયામક શ્રી ચંદ્રમૌલી શુક્લાજી, પ્રતિષ્ઠિત નેતાગણ, અધિકારીઓ અને ઉદ્યોગ જગતના મહાનુભાવો અને મારા વ્હાલા મિત્રો,
સૌ પ્રથમ આજના આ ગૌરવભર્યા અને મહત્વના આયોજન પ્રસંગે હું પ્રદેશના ઉર્જાવાન માનનીય મુખ્યમંત્રી શ્રી ડો મોહન યાદવજી આપને અને આપની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન આપવા ઇચ્છું છું. આપે અમો સર્વેને દેવાધિદેવ ભગવાન મહાકાલેશ્વરની પવિત્ર ધરતી ઉપર આવવાનો સોનેરી અવસર આ ઇન્વેસ્ટર સમિટના માધ્યમથી પૂરો પાડ્યો છે. હું ઇચ્છું કે આપણે સહુ જોરદાર તાળીઓથી માનનીય મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપીએ. હું ઉજ્જૈનની દેવભૂમિને વંદન કરું છું. પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલું ગીતાનું જ્ઞાન આજે પણ આપણા બધાને માર્ગદર્શન આપી રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું શિક્ષણ આ જ ઉજ્જૈનના સાંદીપની આશ્રમમાં રહીને પ્રાપ્ત કર્યું હતું. મધ્ય પ્રદેશ એ દેશનું હ્દય છે. અને મને એ કહેવામાં જરા પણ સંકોચ નથી એ આવનારો સમય મધ્ય પ્રદેશનો છે. આપણા યશસ્વી વડાપ્રધાન આદરણિય શ્રી નરેન્દ્ર મોદીજી ભારત રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર લઇ જવા માટે મહેનત કરી રહ્યા છે. આ સંકલ્પને પૂરો કરવા માટે ડો. મોહન યાદવજીના નેતૃત્વમાં મધ્ય પ્રદેશ મહત્વની ભૂમિકા અદા કરશે એ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.
માનનીય મુખ્યમંત્રીશ્રી હું આપણા દેશના વ્યવસાયિક સમુદાયનો વિશ્વાસ જગાવવા માટે ઉત્સાહી છું કે પહેલા કરતા મધ્ય પ્રદેશનો અનેક ગણો વધારે વિકાસ અને સમૃધ્ધિ માટે આપ કાર્ય કરશો. આપણા દેશના ઉદ્યોગ જગતની કેટલીક સહુથી વધુ પ્રભાવશાળી હસ્તીઓ અહીં ઉપસ્થિત છે. આ ટીમ મધ્ય પ્રદેશને ભારતના મુખ્ય પ્રદેશમાં પરિવર્તિત કરવાના આપના દ્રષ્ટીકોણ ઉપર કામ કરશે.
આપની સરકાર પ્રાદેશિક નીતિઓ, યોજનાઓ અને સુધારાઓને જે રીતે આગળ વધારી રહી છે તેને જોતા એ સ્પષ્ટ છે કે મધ્ય પ્રદેશ તેજ રફતારથી આગળ વધી રહ્યું છે.
હું ખાસ કરીને ઉર્જા અને આંતર માળખામાં વિકાસની અનંત શક્યતાઓ નિહાળું છું અને અદાણી સમૂહ મધ્યપ્રદેશમાં રોકાણ કરવા માટે ખૂબ ઉત્સાહી છે.
માનીય મુખ્ય મંત્રીશ્રી, મધ્ય પ્રદેશમાં અમારી ઉપસ્થિતિ સડક, સીમેન્ટ અને કુદરતી સંસાધનોથી લઇ થર્મલ પાવર, રીન્યુએબલ એનર્જી અને પાવર ટ્રાન્સમિશન જેવા ક્ષેત્રોમાં છે. મધ્યપ્રદેશમાં અમારું ક્યમ્યુલેટિવ રોકાણ લગભગ રુ.૧૮ હજાર કરોડનું છે અને અમે આ રોકાણ થકી લગભગ ૧૧ હજાર રોજગારીની તકોનું નિર્માણ કર્યું છે.
મને એ જાહેરાત કરતા અત્યંત આનંદ થાય છે કે અદાણી સમૂહ આ ક્ષેત્રોમાં તેનું રોકાણ ચાલુ રાખવા સાથે અમે મધ્ય પ્રદેશમાં અમારું રોકાણ બે ગણું કરશું અને રાજ્યના સર્વાંગી વિકાસમાં અમારું યોગદાન આપશું.
માનનીય મુખ્યમંત્રીશ્રી, આપના દૂરદર્શી નેતૃત્વમાં ભરપૂર ભરોસો છે અને અને અમે મધ્ય પ્રદેશમાં લગભગ રું.૭૫ હજાર કરોડનું રોકાણ કરશું. જેમાં પાંચ હજાર કરોડ રુપિયાનો ઉપયોગ ઉજ્જૈનથી ઇંદોર થી ભોપાલ સુધી મહાકાલ એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં થશે.
અમે ચોરગાડીમાં વાર્ષિક ૪૦ લાખ ટનની ક્ષમતાના ક્લિંકર પ્રક્લપો, દેવાસ અને ભોપાલમાં વાર્ષિક ૮૦ લાખ ટનની સંયુક્ત ક્ષમતાના બે સીમેન્ટ ગ્રાઇન્ડીગ પ્રકલ્પોની સ્થાપના માટે રુ. પાંચ હજાર કરોડનું રોકાણ કરશું.
જ્યારે કુદરતી સંસાધન ક્ષેત્રમાં અદાણી સમૂહ રુ. ૪ હજાર કરોડથી વધુનું રોકાણ કરશે અને અન્ન પ્રક્રિયા માટેના યંત્રો, કૃષિ પેદાશો, લોજીસ્ટિક્સ અને ડીફેન્સ ઉત્પાદનના વિસ્તરણ માટે રુ.૬૦૦ કરોડનું રોકાણ કરશું. ઇંધણ વિતરણ જેમાં સિટી ગેસ વિતરણ, બાયો, એલ.એન.જી, ઇલેક્ટરિક વાહનો સામેલ છે તે ક્ષેત્રોમાં અમારું રોકાણ બે હજાર એકસો કરોડથી વધુ થશે. જેનો મોટા ભાગનો ઉપયોગ ભિંડ, બુરહાનપુર, અનુપપુર, તિકમગઢ અને અલીરાજપુરમાં અમારા ગેસ વિતરણ માળખાને મજબૂત કરવા માટે કરવામાં આવશે.
અદાણી સમૂહનું સૌથી વધુ રોકાણ સસ્તી વીજળીની આપના રાજ્યની પહોંચ વધારવા માટે કરવામાં આવશે. અમે સિંગરોલીમાં અમારા વિરાટ એનર્જન ઉપકરણમાં વીજળી ઉત્પાદનની હાલની એક હજાર બસ્સો મેગાવોટની ક્ષમતા વધારીને ચાર હજાર ચારસો મેગાવોટ કરવા માટે રુ.૩૦ હજાર કરોડનું માતબર રોકાણ કરશું.
૩ હજાર ૪૧૦ મેગાવોટ ક્ષમતાના પંપ સ્ટોરેજની પરિયોજનાઓ સ્થાપવા માટે લગભગ ૨૮ હજાર કરોડનું રોકાણ કરશું આમ બધુ મળીને લગભગ રુ.૭૫ હજાર કરોડના રોકાણની યોજના મારફત પૂરા મધ્ય પ્રદેશના ઔદ્યોગિક ક્ષેત્રમાં ૧૫ હજારથી વધુ સીધી અને આડકતરી રોજગારીની તકોનું નિર્માણ થશે.
માનનીય મુખ્ય મંત્રીજી, આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું મધ્ય પ્રદેશ માટેનું વિઝનનું પ્રતિબિંબ મધ્ય પ્રદેશ માટેની આપની મહત્વાકાંક્ષી યોજનાઓમાં દેખાય છે.
આપના નિર્ણાયક અને પ્રેરક નેતૃત્વમાં આ રાજ્ય પરિવર્તન, ઔદ્યોગિક વિકાસ અને સૌની સમૃધ્ધિના તેના મિશન ઉપર ઝડપથી આગળ વધશે.
