અદાણીની કંપનીઓના મજબૂત ક્રેડિટના વલણે ગ્રીન ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રને સજ્જ કર્યું

  • વાર્ષિક ધોરણે ત્રિમાસિક એબિટા વૃધ્ધિમાં ૬૩.૬% વિક્રમી વૃધ્ધિ
  • ડિસેમ્બર 23ના છેલ્લા બાર-મહિનાનો  EBITDA  નાણા વર્ષ-૨૧ના અઢી ગણા અને વર્ષ-૨૩ના 37.8% કરતા રુ.78,823 કરોડ (USD 9.5 Bn) હતો.
  • છેલ્લા બાર મહિનામાં મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મે 35.4% ની વૃદ્ધિ સાથે રુ.66,208 કરોડ (USD 8 Bn) EBITDA પ્રાપ્ત કર્યો
  • મજબૂત નાણાકીય પ્રદર્શનના કારણે S&P અને મુડીઝ જેવી મુખ્ય આંતર રાષ્ટ્રીય એજન્સીઓએ અદાણીની કંપનીઓના રેટીંગને અપગ્રેડ કર્યું
  • EBITDA માટે પોર્ટફોલિયો નેટ ડેટ સાથે રૂઢિચુસ્ત રીતે અઢી ગણો (સપ્ટેમ્બર 2023ની સ્થિતિએ) નીચો લાભ હાંસલ કર્યો. ઉચ્ચ TTM EBITDA સાથે ગુણોત્તરમાં વધુ સુધારો થવાની અપેક્ષા
  • મુખ્યત્વે ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન માટે USD 100 બિલિયન રોકાણ માટે અદાણી પોર્ટફોલિયો પ્રતિબદ્ધ

અદાણી સમૂહે પારદર્શિતાના સર્વોચ્ચ ધોરણોને જાળવી રાખવાની  પ્રતિબદ્ધતાને અનુરૂપ પોતાની કંપનીઓના પરિણામો સહિત ક્રેડિટ અને ESG કમ્પેન્ડિયમ આનંદભેર જાહેર કર્યા છે..અદાણી પોર્ટફોલિયોના ત્રિમાસિક અને પાછલા બાર-મહિના (TTM) ના નાણાકીય કામકાજમાં આંતરદૃષ્ટિ પૂરી પાડે છે, જે હિતધારકો અને રોકાણકાર જનતાને પારદરર્શિ અને વિગતવાર માહિતી  ઉપલબ્ધ કરાવવા પ્રતિ અમારા સમર્પણને સુદ્રઢ બનાવે છે.

છેલ્લા 12 મહિનાનું ઉત્સાહ વર્ધક મજબૂત પ્રદર્શન  વિવિધ બાહ્ય સંજોગો વચ્ચે વિકાસ કરવાની અદાણી પોર્ટફોલિયોની શક્તિ સ્પષ્ટ કરે છે. સતત વધી રહેલા નફા અને રૂઢિચુસ્ત લાભથી વધતા રોકડ પ્રવાહ સાથે, પોર્ટફોલિયો અભૂતપૂર્વ સ્કેલ પર વ્યૂહાત્મક રોકાણોને આગળ વધારવા માટે સારી રીતે સજ્જ છે.

નાણા વર્ષ-૨૪ના ત્રીજા ત્રિમાસિક અને ડિસેમ્બર 23ના ગત ૧૨ મહિના માટે પોર્ટફોલિયો કામગીરી.

  • વાર્ષિક ધોરણે ત્રિમાસિક EBITDAની  63.6% ની વિક્રમી વૃદ્ધિ સાથે 31 ડિસેમ્બર, 2023 ના રોજ TTM EBITDA રુ.78,823 કરોડ (USD 9.5 Bn) ૨૧ના વર્ષ કરતા EBITDA અઢી ગણાએ પહોંચ્યો
  • મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર: અતિ સ્થિર કોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ દ્વારા   સંચાલિત  વૃદ્ધિ 35.5%ના દરે વધીને તેણે પોર્ટફોલિયો EBITDA ના 84% સાથે રુ. 66,208 કરોડ (USD 8 Bn) પ્રાપ્ત કરી.
  • રેટીંગ્સ: મજબૂત નાણાકીય પ્રદર્શનના કારણે S&P અને મુડીઝ જેવી મુખ્ય રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય એજન્સીઓએ અદાણીની મુખ્ય કંપનીઓના રેટીંગને પોઝીટીવઅપગ્રેડ કર્યું
  • કોન્ઝર્વેટીવ લિવરેજીંગ: અદાણી પોર્ટફોલિયો રૂઢિચુસ્ત રીતે ૧) EBITDA ને અઢી ગણા જેટલું ઓછું દેવું; ૨) 2.1 ગણા દેવાનું કવરેજ; અને ૩) 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ  પર ચોખ્ખી  અઢી ગણી અસ્કયામતોનું. લીવરેજ થવાનું ચાલુ રાખે છે.
  • લિક્વીડીટીની સ્થિતિ: 31 ડિસેમ્બર, 2023 ના અંતે રુ. 44,572 કરોડ (USD 5.4 Bn) ના સ્વસ્થ રોકડ સંતુલન સાથે ઉચ્ચ પ્રવાહિતા જાળવવામાં આવી છે.
  • માર્કેટ એક્સેસ અને રોકાણો: ઉચ્ચ રેટિંગ્સ અને સતત સ્વસ્થ રોકડ પ્રવાહે સતત માર્કેટના સતત એક્સેસનો રસ્તો આસાન કર્યો છે, જેણે વર્ષ-ટુ-ડેટ (1 એપ્રિલ, 2023-31 ડિસેમ્બર, 2023)ના ગાળામાં નોંધપાત્ર રોકાણોની સુવિધા સરળ બનાવતા આ સમયગાળા દરમિયાન વિવિધ પોર્ટફોલિયો કંપનીઓએ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બેંકો સહિત અન્ય વિવિધ સ્ત્રોતોમાંથી રુ. 91,290 કરોડનું ભંડોળ મેળવ્યું છે

Financial performance for Q3 FY24 and Dec 23’ TTM                                           (in INR crore)

SectorQ3 FY24Q3 FY23Growth% of TotalDec’23 TTM1Dec’22 TTM1Growth% of Total
Utility29,2725,51368.19%47.61%41,45231,88430.01%52.59%
Transport4,5953,29639.41%23.60%16,55013,97318.44%21.00%
AEL – Infrastructure Businesses1,936863124.35%9.94%8,2063,025171.27%10.41%
A. Sub-total (Infrastructure)15,8049,67263.39%81.15%66,20848,88335.44%84.00%
B. Adjacencies (Cement)1,9361,14469.20%9.94%7,1814,36064.69%9.11%
Sub-total (Infra +Adjacencies)17,73910,81664.01%91.09%73,38953,24337.84%93.11%
C.AEL- Existing Businesses1,7351,09159.06%8.91%5,4345,4100.45%6.89%
Portfolio EBITDA (A+B+C)19,47511,90763.55%100%78,82358,65334.39%100%

અદાણી પોર્ટફોલિઓની કંપનીઓના પ્રદર્શનની વિગતો અનુસાર અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.એ ANIL ઇકોસિસ્ટમ (ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ), એરપોર્ટ અને રસ્તા સહિતના ઉભરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયોએ છેલ્લા થોડાં  ક્વાર્ટરમાં ગતિ પકડી છે અને હવે એન્ટરપ્રાઇઝસના કુલ EBITDAમાં 45% યોગદાન આપે છે. અન્ય ઉભરતા વ્યવસાયો ગ્રીન એનર્જી સંચાલિત ડેટા સેન્ટર પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. કેપ્ટિવ તેમજ નવીનીકરણીય ઉદ્યોગમાંથી બાહ્ય તાંબાની માંગને ટેકો આપવા માટે બનાવવામાં આવી રહેલ 500 KTPA કોપર સ્મેલ્ટરની કામગીરી ચાલુ કરવા માટે તૈયાર છે. ANILએ ઈલેક્ટ્રોલાઈઝર મેન્યુફેક્ચરિંગ સ્થાપવા માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તરફથી COD પ્રમાણપત્ર મેળવ્યું છે. ઊંચી નિકાસને કારણે સોલાર મોડ્યુલનું વેચાણ બમણાથી વધુ થયું છે.વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG) વ્યવસાય 142 સેટની ઓર્ડર બુક સાથે પહેલેથી જ ૧૫ સેટનું ઉત્પાદન કરી ચૂક્યું છે અને કાર્યાન્વિત થયા પછી સાતની ડિલિવરી આપી દેવામાં આવી છે.

અદાણી સમૂહ સંચાલિત સાત એરપોર્ટ પર વાર્ષિક ધોરણે પ્રથમ નવ મહિનામાં મુસાફરોની અવરજવર 23% વધીને 65.6 મિલિયન થઈ છે; હવેનું લક્ષ્ય 85 મિલિયનના વાર્ષિક આંકડાને આંબવાનું છે. ડિસેમ્બર 2024 સુધીમાં નવી મુંબઈ એરપોર્ટ કાર્યરત કરવાની દીશામાં કામગીરી ચાલી રહી છે.પાંચ એરપોર્ટ પર સિટી સાઇડ ડેવલપમેન્ટ (CSD) નો પહેલો તબક્કો  98 એકરમાં શરૂ થયો છે. પોર્ટફોલિયો હસ્તકના એરપોર્ટ્સ દ્વારા 57% વીજળી રિન્યુએબલમાંથી ઉપયોગમાં લેવામાં આવી હતી.

રસ્તાઓના 10 માંથી 4 પ્રોજેક્ટ 60% થી વધુ લક્ષ્યાંક સાથે સમયસર પૂર્ણ થયા છે.ડેટા સેન્ટર: 18 મેગાવોટની ક્ષમતાનું નોઈડા ગ્રીન ડેટા સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. હાલ 112 મેગાવોટની પાઈપલાઈન બાંધકામ હેઠળ છે.

એનર્જી અને યુટીલીટીના ક્ષેત્રે અદાણી ગ્રીન એનર્જીએ ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાં 551 મેગાવોટના કામકાજ બાદ ઓપરેશનલ રિન્યુએબલની ક્ષમતા વધીને 9,029 મેગાવોટ થઈ છે. આગામી પાંચ વર્ષમાં 30 GW વિકસિત થયા પછી તે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહેશે; જે વોઢ કરોડથી વધુ ઘરોને પાવર આપી શકે છે અને દર વર્ષે 15,200 નોકરીઓનું સર્જન કરી શકે છે. મેરકોમ કેપિટલ ગ્રૂપ મુજબ અદાણી ગ્રીન એનર્જી લિ.એ  ટોચના 3 વૈશ્વિક સોલર પીવી ડેવલપર્સમાં સ્થાન મેળવ્યું હતું.

પ્રમોટર એન્ટિટી દ્વારા રુ. 9,350 કરોડ (USD 1.125 Bn) અને વ્યૂહાત્મક ભાગીદાર ટોટાલએનર્જીસ દ્વારા USD 300 મિલિયનના રોકાણ સાથે ચાલુ દાયકા સુધીમાં 45 GW નું તેનુ લક્ષ્ય હાંસલ કરવા માટે કંપની આગળ વધી રહી છે.

મુંબઈને રાષ્ટ્રીય ગ્રીડ સાથે જોડવા માટે અદાણી એનર્જી સોલ્યુશન્સે:  ક્રિટિકલ ખારગર વિક્રોલી ટ્રાન્સમિશન લાઇન સફળતાપૂર્વક કાર્યરત કરી કુલ નેટવર્ક 20,422 ckm સુધી લઈ ગયું છે. કંપનીની ડિસ્ટ્રિબ્યુશન પેટાકંપની અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈએ  તમામ વૈશ્વિક મેગા-સિટીઓમાં સૌથી વધુ શહેરને કુલ વીજળીના મિશ્રણમાં 35% રિન્યુએબલ પાવર સપ્લાય કર્યો છે. વિતરણ વ્યવસાયના વિસ્તરણ માટે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. મહારાષ્ટ્રમાં નવી મુંબઈ, ઉત્તર પ્રદેશમાં ગ્રેટર નોઈડા અને ગુજરાતમાં મુંદ્રા જેવી નવી ભૌગોલિક જગ્યાઓ શોધી રહી છે. રિન્યુએબલ પાવર ઇવેક્યુએશન – ખાવડા ફેઝ-૩ ભાગ A અને KPS-1 (ખાવડા પૂલિંગ સ્ટેશન) ઓગમેન્ટેશનના નવા પ્રોજેક્ટ્સ માટે ઇરાદા પત્ર પ્રાપ્ત કર્યા પછી ટ્રાન્સમિશન બિઝનેસની ઓર્ડરબુક હાલ USD 2.4 Bn (રુ.17,000 કરોડ) છે.

આંધ્રપ્રદેશ અને ઉત્તરાખંડમાં રુ. 25,000 કરોડ (USD 3 Bn) ના કરાર મૂલ્ય સાથે કંપની પાસે  સ્માર્ટ મીટરના નવા વ્યવસાયમાં 21.1 મિલિયન મીટરની પાઇપલાઇન છે. અદાણી ટોટાલ ગેસ લિ. પાઇપલાઇન નેટવર્ક વધીને 11,712-inch km થયું છે. PNG જોડાણ 7.79 લાખ અને EV ચાર્જિંગ સ્ટેશન 329. ઉપરાંત કુલ 45 નવા CNG સ્ટેશનો પણ ઉમેરાયા.છે.

ટ્રાન્સપોર્ટ અને લોજીસ્ટિકસની મહત્વની કંપની અદાણી પોર્ટસ અને સેઝએ વાર્ષિક ધોરણે  અઢી ગણો 23% કાર્ગો હેન્ડલ કરી ભારતની વૃદ્ધિ,સાથે સૌ પ્રથમ વખત પહેલા નવ મહિનામાં 311 MT નું વિક્રમી  વોલ્યુમ હાંસલ કર્યું છે.જે વાર્ષિક વોલ્યુમને વટાવવાના માર્ગ પર છે. વોલ્યુમમાં બિન-મુન્દ્રા સિવાયના સ્થાનિક બંદરોનો હિસ્સો  વધીને હવે 56% થયો છે. કંપનીના વિઝિંજમ બંદરે ત્રિમાસિક ગાળામાં ત્રણ જહાજોને બર્થ કર્યા છે અને ચાલુ નાણા વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં કાર્યરત કરવાનું લક્ષ્ય છે. ધામરા એલએનજી ટર્મિનલે કામગીરી શરૂ કરી છે કંપનીએ એન્નોર પોર્ટ કન્ટેનર ટર્મિનલનો 49% હિસ્સો MSCને વેચ્યો છે.

અત્યાર સુધીમાં લોજિસ્ટિક્સ બિઝનેસે 23 રેક, લોની અને વલવાડા ખાતે આઈસીડી અને એનઆરસી અને ઈન્દોરમાં વેરહાઉસ ઉમેરીને ક્વાર્ટર શ્રેષ્ઠ કામકાજ કર્યું છે.સ્થાનિક બંદરો હવે14% રીન્યુએબલ પાવરનો વપરાશ કરે છે.

તેના સંલગ્ન વ્યવસાય અદાણી સિમેન્ટ્સએ ઉત્પાદનમાં 15% અથવા તો 8.6 MTPA ક્ષમતા ઉમેરીને કુલ ક્ષમતા 77.4 MTPA (અંબુજા હેઠળ 76.1 MTPA અને AEL હેઠળ 1.3 MTPA) થઈ છે. જેમાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝ (6.1 એમટીપીએની ક્ષમતા) અને એશિયન કોન્ક્રીટ્સના સફળ સંપાદનનો પણ સમાવેશ થાય છે.

અદાણી પોર્ટફોલિયો સાથેની સિનર્જીના પરિણામે ઓપરેટિંગ માર્જિનમાં 90%નો વધારો થયો છે. ટન દિઠ EBITDA હવે USD 1322/ટન પર છે જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં USD 695/ટન હતો.

અદાણીની એક  સિમેન્ટ્સ અને બિલ્ડિંગ મટિરિયલ્સ  કંપની અંબુજા  રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ્સ માટે રુ. 6,000 કરોડ (USD 720 mn) ના નોંધપાત્ર રોકાણ માટે પ્રતિબદ્ધ છે, મુખ્યત્વે કેપ્ટિવ ઉપયોગ માટે 1,000 મેગાવોટની ક્ષમતાનું લક્ષ્ય છે.

Leave a comment