ભારતની આર્થિક તાકાત દર્શાવતા ત્રણ સરવે

માથાદીઠ ગ્રાહક ખર્ચ (MPCI) રિપોર્ટ પર SBIએ કહ્યું છે કે ફુગાવાને નિર્ધારિત કરવા માટેની ફોર્મ્યુલામાં ફેરફારને કારણે જાન્યુઆરી-24માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવાનો દર 0.3% ઘટશે. અગાઉ જાહેર કરાયેલા આંકડા મુજબ તે 5.1% હતો. નવી ફોર્મ્યુલા સાથે તેને માત્ર 4.8% ગણવામાં આવશે. આના કારણે 2023-24 માટે જીડીપીનો જૂનો અંદાજ 7% આસપાસ હતો જે હવે 0.5% વધીને 7.5% સુધી પહોંચી શકે છે.

બિહાર, યુપી અને એમપીમાં ગ્રામીણ વસ્તીનું સ્તર વધુ બદલાયું

  • 12 વર્ષમાં ગ્રામીણ ગરીબી 25.7% થી ઘટીને 7.2% અને શહેરી ગરીબી 13.7% થી ઘટીને 4.6% થઈ.
  • DBT સ્કીમ અને ગ્રામીણ ઈન્ફ્રા.માં રોકાણને કારણે ગ્રામ્ય ક્ષેત્રની આવક વધી છે.
  • બિહાર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશે ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેનું અંતર ઘટાડવામાં વિશેષ યોગદાન આપ્યું છે. અહીં ગ્રામીણ વસ્તીનું જીવનધોરણ સૌથી વધુ બદલાયું છે.
  • 12 વર્ષમાં 7 લાખ કિલોમીટર રસ્તા બન્યા.

શેરબજારમાં ત્રણ વર્ષમાં સૌથી વધુ વિદેશી રોકાણ આવ્યું

વિદેશી પોર્ટફોલિયો રોકાણ છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. વિસ્તરણ માટે વિદેશમાંથી સૌથી વધુ લોન છેલ્લાં 5 વર્ષમાં લેવામાં આવી છે. માત્ર દસ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડની સંપત્તિમાં 13%નો વધારો થયો છે. જે.પી. મોર્ગન બોન્ડ ઇન્ડેક્સમાં ભારતનો સમાવેશ થયા બાદ વિદેશી ભંડોળનો આ પ્રવાહ વધ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમામ ક્ષેત્રોમાં વિદેશી નાણું ઝડપી ગતિએ વધ્યું છે.

વિદેશી ચલણમાં લોન પાંચ વર્ષમાં સૌથી વધુ 36 અબજ ડોલર

  • માર્ચ-23થી અત્યાર સુધીમાં એટલે કે 10 મહિનામાં થાપણોમાં 18.99% વૃદ્ધિ.
  • કોર્પોરેટ બોન્ડ રૂ. 5.87 લાખ કરોડના હતા. ગ્રોથમાં 75% હિસ્સો નાણાકીય સેવાનો.{ મ્યુચ્યુઅલ ફંડની સંપત્તિ 13% વધીને રૂ. 52.74 લાખ કરોડ થઈ છે. ગ્રોથ ફંડ્સમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી.
  • FPIsએ 10 મહિનામાં ડેટ ફંડમાં $9 અબજનું રોકાણ કર્યું. તેમનું કુલ રોકાણ $27.5 અબજ હતું.

લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રૂપના કન્ઝ્યુમર કોન્ફિડન્સ સરવે દર્શાવે છે કે ભારતનો કોન્ફિડન્સ સ્કોર વિશ્વમાં સૌથી વધુ છે. જૂથના Ipsos પ્રાઈમરી કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ્સ ઈન્ડેક્સ અનુસાર જાન્યુઆરી-24ની સરખામણીમાં ફેબ્રુઆરી-24માં આ વિશ્વાસ 2.9% વધીને 69.4 થયો છે. આ વધારો એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિમાં તણાવ છે. આ ઇન્ડેક્સના ચાર સહાયક ઇન્ડેક્સ છે.

Leave a comment