આજના સમયમાં વીડિયો કોલિંગ કોમન થઈ ગયુ છે. વીડિયો કોલ નોર્મલ વોઈસ કોલની સરખામણીએ વધુ યૂઝ કરવામાં આવે છે. જેમાં સામે વાળાને તમે સીધુ જોઈ શકો છો પરંતુ શું તમને ખબર છે કે વીડિયો કોલ તમારા બેન્ક એકાઉન્ટને ખાલી કરી શકે છે. સાથે જ આ મામલે લોકોને અવગત રહેવાની સલાહ આપવામાં આવી છે. જોકે ભારત સરકારની ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-IN એ એક એડવાઈઝરી જારી કરી છે, જે અનુસાર વીડિયો કોલ ફ્રોડનું કારણ બની રહ્યા છે.
આજના સમયમાં વીડિયો કોલ ફ્રોડ કોમન થઈ ગયુ છે. આ પ્રકારના ફ્રોડમાં લોકોને WhatsApp જેવા પ્લેટફોર્મ પર કોલ કરવામાં આવે છે. આ કોલ કુલ ચાર પ્રકારના હોય છે.
1. બ્લેકમેલિંગ
આ પ્રકારના ફ્રોડમાં સ્કેમર્સ તમારી જાણકારી વિના તમારા વીડિયો કોલને રેકોર્ડ કરે છે અને પછી વીડિયો લીક કરવાની ધમકી આપે છે.
2. ઈન્વેસ્ટમેન્ટ
સ્કેમર્સ વીડિયો કોલ કરીને ફ્રોડ ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરી લે છે, જેમાં વધુ રિટર્ન મળવાનો દાવો કરવામાં આવે છે.
3. ટેક્નિકલ સપોર્ટ
સ્કેમર્સ ટેક્નિકલ સપોર્ટના નામ પર બેન્ક પ્રતિનિધિ બનીને આવે છે. પછી તમને માલવેર ડાઉનલોડ કરીને ડિવાઈસનું એક્સેસ પોતાના કંટ્રોલમાં કરી લે છે.
4. હની ટ્રેપ
સ્કેમર્સ વીડિયો કોલથી તમારી સાથે રોમેન્ટિક વાતો કરીને પર્સનલ જાણકારીની ચોરી કરી લે છે કે પછી તમારો પ્રાઈવેટ વીડિયો બનાવી દે છે. જે બાદ તમારી પાસે રૂપિયાની માંગણી કરે છે.
ડીપફેક
આમાં વીડિયો કોલ ફ્રોડ ડીપફેકની મદદથી કરવામાં આવે છે, જે તમારા પરિવારના સભ્ય કે પછી તમારા જાણીતાનો ડીપફેક વીડિયો બનાવીને કોલ કરી શકે છે.
ઈમરજન્સી
વીડિયો કોલ કરીને કોઈ ઈમરજન્સીની વાત કહેવામાં આવે છે અને ફટાફટ રૂપિયા મોકલવાની વાત કહીને વધુ રૂપિયા ટ્રાન્સફર થવાનું બહાનું બનાવીને રૂપિયા ટ્રાન્સફર કરવાની વાત કહેવામાં આવે છે.
ભૂલથી પણ આ કામ ન કરવા
- સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે ન જોડાવ. કોઈની સાથે જોડાયા પહેલા તેમના વિશે સારી રીતે જાણકારી મેળવી લો.
- કોઈ અજાણ્યા લોકોના વીડિયો કોલનો જવાબ ન આપવો, જે તમને જાણવાનો દાવો કરતા હોય.
- કોઈ એપમાં વીડિયો કોલ એક્સેસ કે કોન્ટેક્ટ એક્સેસ આપવાથી બચો.
- વીડિયો કોલ માટે વિશ્વસનીય એપનો ઉપયોગ કરો.
- કોઈની પાસે પર્સનલ કે નાણાકીય જાણકારી શેર ન કરો.
- સોશિયલ મીડિયા પ્રોફાઈલની પ્રાઈવસી સેટ કરો.
