અંજાર શહેરના શહેરીજનોની સુખાકારીમાં વધારો થાય અને ગટરને લગતી સમસ્યાઓ સર્જાતી બંધ થાય તે હેતુસર રૂ.13.95 કરોડના ખર્ચે ડ્રેનેજના આનુંસંગીક કામો કરવાના ભાગરૂપે જી.યુ.ડી.સી. દ્વારા ટેન્ડરિંગની પ્રક્રિયા પરિપૂર્ણ કરવામાં આવી છે.
હવે ટૂંક સમયમાં સંબંધીત એજન્સીઓ દ્વારા કામગીરીનો આરંભ કરવામાં આવશે. જેના કારણે શહેરીજનોને કન્નડતી ગટરને લગતી તમામ સમસ્યાઓ નો અંત આવી જશે અને શહેરીજનોના સુખાકારીમાં વધારો થશે, તેવું એક યાદીમાં અંજાર નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.
ભયાનક વાવાઝોડા અને ત્યાર પછી થયેલા અતિ ભારે વરસાદના કારણે શહેરની ગટરની સમસ્યાઓ સર્જાઈ હતી. આ વકરેલી સમસ્યા બાદ ધારાસભ્ય ત્રીકમભાઇ છાંગાની પહેલથી 21 કરોડના ખર્ચે ગટર લાઇન પ્રોજેક્ટને મંજૂરી મળી હતી. જેમાં નગરપાલિકા દ્વારા નવાનગર પાસે પમ્પિંગ સ્ટેશન માટે મંજૂરી માગી હતી જે મંજૂરીમાં અટકી હતી. પરંતુ કલેક્ટરની મંજૂરી મળતાં જ અંજાર નગરપાલિકા દ્વારા શહેરના ગટરના નેટવર્ક ને વધુ આધુનિક ઢબે અદ્યતન કરવામાં આવે તેવો પ્રોજેક્ટ દરખાસ્ત સાથે રાજ્ય સરકારને મોકલાઇ હતી. તેને સરકાર દ્વારા મંજૂર કરી જી.યુ.ડી.સી. ને કામગીરી સોંપવામાં આવી છે આ કામગીરી પૂર્ણ થતા તેનો સીધો લાભ શહેર અને શહેરીજનોને મળશે.
આ બાબતે જીયુડીસીના પ્રોજેક્ટ ચેરમેન ભરત રૂપાલાનો સંપર્ક કરતાં તેમણે પણ ટેન્ડર પ્રક્રિયા પછી તરત જ કામગીરી ચાલુ કરી દેવાશે તેમ જણાવ્યું હતું. અત્યારે અનેક વિસ્તારોમાં સોસ ખાડા આધારિત કામગીરી ચાલે છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં સોસ ખાડા મુક્ત અંજાર બનશે તેવી આશા સેવાઇ રહી છે.
