ભારત અને ઓમાન સૂચિત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક છે. આ બાબતથી પરિચિત સુત્રોના જણાવ્યા અનુસાર, બંને પક્ષોના અધિકારીઓએ સૂચિત વ્યાપક મુક્ત વેપાર કરાર (એફટીએ)ની કાનૂની સમીક્ષાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વેપાર કરાર પરની વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
સામાન્ય ચૂંટણીઓ નજીક હોવાથી આદર્શ આચારસંહિતા ગમે ત્યારે લાગુ થઈ શકે છે. આવી સ્થિતિમાં ભારત આ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ખૂબ જ ઉત્સુક છે. આવી સ્થિતિમાં આ કરારને નિર્ધારિત સમય મર્યાદામાં અંતિમ સ્વરૂપ આપવું મહત્વપૂર્ણ બની ગયું છે. ભારત પશ્ચિમ એશિયાના આ દેશ સાથે વેપાર કરાર કરીને ખાડી દેશો સાથેના સંબંધો સુધારવા માંગે છે. ઓમાન ભારત માટે વ્યૂહાત્મક ભાગીદાર છે અને ભારત સાથે ૫,૦૦૦ વર્ષ જૂના વેપાર સંબંધો ધરાવે છે.
આ સિવાય ઓમાન છ સભ્યોની ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલનું પણ સભ્ય છે. ગલ્ફ કોઓપરેશન દેશો બેહરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત બે વર્ષ પહેલાં વ્યાપક એફટીએ પર સમજૂતી પર પહોંચ્યા હોવા છતાં, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ સાથે સત્તાવાર વાટાઘાટો બાકી છે.
ભારતે ૨૦૧૯ માં ચીન સમર્ર્થિત એશિયન વેપાર જૂથ પ્રાદેશિક વ્યાપક અને આથક ભાગીદારીમાંથી બહાર નીકળી ગયું હતું. હવે ભારત તેની વિદેશી વેપાર વ્યૂહરચના બદલી રહ્યું છે. ભારતે છેલ્લા ત્રણ વર્ષમાં મોરેશિયસ, સંયુક્ત આરબ અમીરાત અને ઓસ્ટ્રેલિયા સાથે મુક્ત વેપાર કરારો કર્યા છે.
ભારત અને ઓમાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર ઝડપથી વધ્યો છે. આ બંને દેશો વચ્ચેનો વેપાર ખરૂ૨૨માં ૩.૧૫ બિલિયન ડોલરથી ૪૨ ટકા વધીને ૪.૪૮ બિલિયન ડોલર થયો છે. ગયા નાણાકીય વર્ષ દરમિયાન ઓમાનની ભારતમાં નિકાસનો અડધો ભાગ પેટ્રોલિયમ ઉત્પાદનોનો હતો. તેમાં મુખ્યત્વે પેટ્રોલ હતું.
