બહારના દેશોમાં પણ કરી શકશો ડિજિટલ રૂપિયાથી પેમેન્ટ

વિદેશમાં પેમેન્ટ માટે ડિજિટલ રૂપિયાના ઉપયોગ બાબતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાણકારી આપી છે. હવે BIS એટલે કે બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સની આગેવાની હેઠળના ‘પ્રોજેક્ટ ડનબર’ના ઉપયોગ વડે ડિજિટલ રૂપિયાનો ઉપયોગ ગ્લોબલ પેમેન્ટ માટે કરવો શક્ય બનશે. આરબીઆઈ દ્વારા આ ડિજિટલ કરન્સી વિકસાવવામાં આવી છે.

ગ્લોબલ ટ્રાન્ઝેક્શન બન્યું સરળ

ગયા અઠવાડિયે મુંબઈમાં યોજાયેલી દક્ષિણ એશિયાઈ દેશોના ગવર્નરોની બેઠકમાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગ્લોબલ ટ્રાન્ઝેક્શન ડિજિટલ રૂપિયાથી સરળતાથી થઇ શકે છે. આ માટે ભારત સહિતના ઘણા અન્ય દક્ષિણ એશિયાઈ દેશોની બેંકો CBDC પ્રોજેક્ટ (ક્રોસ બોર્ડર ડિજિટલ કરન્સી) પર કામ કરી રહી છે. જેમાંથી અમુક દેશમાં તો CBDC પ્રોજેક્ટનું ટ્રાયલ પણ ચાલી રહ્યું છે. ફિલિપાઇન્સના બેંગકો સેન્ટ્રલ એનજી પિલિપિનાસે ડિજિટલ ચલણ માટે ‘પ્રોજેક્ટ એજિલા’, તો સિંગાપોરે ‘પ્રોજેક્ટ ઉબિન’ હેઠળ ઉદ્યોગ સામેના પડકારોનો સામનો કરવાનો પ્રયાસ કરે છે. તેમજ બેંક ઈન્ડોનેશિયા, સેન્ટ્રલ બેંક ઓફ મલેશિયા અને મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર આ પ્રોજેક્ટ ડનબર સાથે સંકળાયેલા છે.

CBDC પ્રોજેક્ટ પર શ્રીલંકા, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા, કંબોડિયા, હોંગકોંગ, ભારત, મ્યાનમાર, લાઓ પીડીઆર, નેપાળ અને વિયેતનામની સેન્ટ્રલ બેંકો  કામ કરી રહી છે.  BIS ના પ્રોજેક્ટ ડનબર હેઠળ બે પ્રોટોટાઇપ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યા છે. આ પ્લેટફોર્મ વિવિધ કેન્દ્રીય બેંકો દ્વારા જારી કરાયેલ ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય ચુકવણી શક્ય બનાવી શકે છે.

Leave a comment