~ દેશભરમાંથી 12.25 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE મેઈન્સની પરીક્ષા યોજાઈ હતી. જેમાં પ્રથમ સેશનની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ jeemain.nta.ac.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકશે. અગાઉ સોમવારે આન્સર કી જાહેર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પરિણામમાં આધારે દેશની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવી શકશે.
24થી 31 જાન્યુઆરી સુધી પરીક્ષા યોજાઇ હતી
દર વર્ષે દેશની શ્રેષ્ઠ કોલેજમાં એન્જિનિયરિંગ પ્રવેશ માટે JEEની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા વર્ષમાં બે વખત યોજાય છે. જાન્યુઆરીમાં યોજાયેલી JEEની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. દેશભરમાંથી 12.25 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 24 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી JEEની પરીક્ષા યોજાઈ હતી. હજુ વર્ષમાં બીજી વખત પણ JEEની પરીક્ષા યોજાશે.
