જી.કે. જન. અદાણી હોસ્પિ.માં વિતેલા જાન્યુ.માસમાં કુલ ૨.૮૭ લાખ રક્ત એકત્રિત કરાયું

જી. કે.જનરલ અદાણી હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને લોહી પૂરું પાડવા બ્લડ બેન્ક દ્વારા નિયમિત રીતે સ્થાનિકે તેમજ જિલ્લામાં જુદા જુદા સ્થળોએ કેમ્પનું આયોજન કરી રક્ત ભેગું કરવામાં આવે છે ,તે મુજબ વિતેલા જાન્યુઆરી માસમાં  કુલ ૨.૮૭ લાખ સીસી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

માનવીય અભિગમ લક્ષી આ પ્રવૃત્તિમાં પૂર્વ કચ્છ પોલીસ વિભાગનું મહત્વનું યોગદાન ગત માસ દરમિયાન રહ્યું હતું.એકત્રિત થયેલા કુલ ૨.૮૭ લાખ સીસી  પૈકી ૨.૧૪ લાખ સીસી અર્થાત ૭૪ ટકા લોહી પૂર્વ કચ્છ પોલીસ વિભાગે  બે કેમ્પ ગોઠવી રક્તદાન મહાદાન સૂત્ર સાર્થક કરી દરેકને જોડી રક્તદાનને અભિયાન બનાવ્યું હતું. એમ બ્લડ બેન્કના હેડ ડો.જીજ્ઞાબેન ઉપાધ્યાય અને બ્લડ બેન્કના કાઉન્સેલર દર્શન રાવલે જણાવ્યું હતું.

પૂર્વ કચ્છ પોલીસ ઉપરાંત લખોંદ આહીર યુવક મંડળ,તાલુકા પંચાયત ભુજ અને મોઢ બ્રાહ્મણ સમાજ ભુજ ઉપરાંત પોલીસ વિભાગે ભચાઉ ખાતે અને બાલાસર મુકામે કેમ્પ યોજ્યો હતો.જયારે સ્થાનિક બ્લડ બેંક દ્વારા ઇન હાઉસમાં બાકીનું  રક્ત મેળવવામાં આવ્યું હતું.

Leave a comment