ભુજ અદાણી સ્કિલ ડેવ. ખાતે જીડીએ તાલીમ બેચનો પ્રારંભ

~ હોસ્પિટલમાં દર્દીઓની સારસંભાળમાં નર્સિંગ આસિ. ની ભૂમિકા પાયારૂપ

અત્રે અદાણી સ્કિલ ડેવલપમેન્ટ ભુજ અને સોડેક્ષો ઈન્ડિયા સર્વિસ પ્રા. લિ.ના હેલ્થ કેર ડિવિઝનના સંયુક્ત સહયોગ દ્વારા આયોજિત જનરલ ડ્યુટી આસિ. નર્સિંગ કોર્ષ (જી. ડી. એ.)ની બેચનો શુભારંભ કરાવતા ઉપસ્થિત હેલ્થ કેરના વિવિધ વિભાગોના વડાઓએ હોસ્પીટલમાં દાખલ દર્દીઓની સારસંભાળમાં આસી. નર્સિંગની ભૂમિકા પાયારૂપ ગણાવી હતી.

અદાણી મેડિકલ કોલેજના ડીન ડૉ. એ. એન. ઘોષે કોલેજના સભાખંડમાં જી.ડી.એ. બેચનું દીપ પ્રગટાવીને ઉદઘાટન કરતા કહ્યું કે, દેશની ઉન્નતિમાં સ્કિલ્ડ યુવા – યુવતીઓનો અહમ ફાળો રહ્યો છે. હેલ્થ કેર સેન્ટરમાં આસી. નર્સિંગ કરોડરજ્જુ સમાન છે, કેમકે ડોકટર કરતા નર્સિસ દર્દીની સાથે વધુ સમય રહે છે અને તબીબની સૂચના મુજબ સંભાળ લે છે.

આ પ્રસંગે હેલ્થ કેર સોડેક્ષોના ડાયરેક્ટર આલોક રાણાએ સક્ષમના વિદ્યાર્થીઓને હેલ્થ કેરમાં સક્ષમ બનવા જણાવી પેશન્ટ કેર સિસ્ટમમાં સક્ષમ સાબિત થાય તેવી કામના કરી હતી. આ કાર્યક્રમમાં અદાણી સ્કિલ ડેવ.ના ઓપરેશન હેડ અમિત ઠક્કરે ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

        અત્રે નોંધવું જોઈએ કે, હોસ્પિટલમાં આરોગ્ય ક્ષેત્રે સોડેક્ષો કંપનીના વિભાગ દ્વારા સ્કિલડ અને તાલીમબદ્ધ યુવાનોને રોજગારી આપવામાં આવે છે. સોડેક્ષો કંપની પેશન્ટ કેર, બાયો કેમિકલ, ફૂડ અને બેવરેજીસ વિભાગ પણ સંભાળે છે. જેમાં જી. ડી. એ. ના તાલીમબદ્ધ વિદ્યાર્થીઓ ઉપયોગી પુરવાર થશે. પ્રારંભમાં  ભુજ સેન્ટરના કોર્ડીનેટર પૂર્વી ગોસ્વામીએ મહેમાનોને આવકાર આપી સ્કિલ ડેવ. ભુજની માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન જીડીએ ટ્રેનર મનીષ બાવલે કર્યું હતું.

Leave a comment