સેબીની 24 કલાકની ટ્રેડિંગ વિન્ડો સામે ચેતવણી

કેપિટલ માર્કેટ નિયામક સેબીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિસ્થાપકતાની દૃષ્ટિએ 24 કલાકની ટ્રેડિંગ વિન્ડો સામે ચેતવણી આપી છે અને ભાર મૂક્યો હતો કે અત્યાર સુધી આ મુદ્દે કોઇ પાસેથી કંઇ સાંભળ્યું નથી તેમજ કોઇ અભિપ્રાય પણ લેવામાં આવ્યો નથી. બ્રોકર્સના સંગઠને જણાવ્યું હતું કે આ મુદ્દે ફેબ્રુઆરીના અંત સુધીમાં અંતિમ અભિપ્રાય આપવામાં આવશે.

ઔદ્યોગિક માનક પંચ પર નિર્ણય લેવા સંદર્ભે બ્રોકર્સ દ્વારા આયોજીત એક ઇવેન્ટને સંબોધિત કરતા સેબીના અધ્યક્ષ માધવી પુરી બુચે જણાવ્યું હતું કે અત્યાર સુધી ટ્રેડિંગના કલાકોની સમયમર્યાદા વધારવાના પક્ષમાં કે વિરુદ્ધમાં અત્યાર સુધી કોઇએ નિયામક સામે રજૂઆત કરી નથી અને તેમને અત્યાર સુધી આ બાબતે માત્ર એ જ પ્રતિક્રિયા જાણવા મળી છે કે આ મામલે ઇન્ડસ્ટ્રીમાં મતમતાંતર છે. મને અંગત રીતે અથવા નિયામક તરીકે સેબીને અત્યાર સુધી આ અંગે કઇ સત્તાવાર સાંભળવા મળ્યું ન હોવાથી અમારો આ વિષય પર કોઇ અભિપ્રાય નથી. એક નિયામક તરીકે અમારે માર્કેટ તેમજ તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિસ્થાપકતા પર નજર કરવી જરૂરી છે. તે ઉપરાંત 24 કલાક ટ્રેડિંગના કલાકોથી સંભવિત જોખમોનું મૂલ્યાંકન કરવું પણ અનિવાર્ય છે.

શું F1 રેસ ટ્રેક પર પિટ સ્ટોપ નથી? જો પિટ સ્ટોપ જ ન હોય તો રેસર્સ ટાયર બદલાવવા અથવા ટેન્કને રીફિલ કરવા માટે કઇ રીતે ઉભા રહી શકે? ટેન્કને રીફિલ કર્યા વગર કે ટાયરને બદલ્યા વગર રેસ પૂરી કઇ રીતે ગણી શકાય? ટ્રેડિંગના કલાકો વધારતા પહેલા અમારે આ મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે. કોમોડિટી માર્કેટ અને ઇક્વિટી માર્કેટ વચ્ચે તુલના થઇ શકે નહીં. કોમોડિટીની તુલનાએ ઇક્વિટી માર્કેટ વચ્ચેમાં વોલ્યુમમાં ખૂબ જ મોટું અંતર રહેલું છે.

Leave a comment