રાપરમાં રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 65 નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

વાગડ વિસ્તારના રાપર તાલુકામાં છેલ્લા સાડા પાંચ વર્ષથી રાજકોટ સ્થિત માનવ સેવાને વરેલા રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાગડ વિસ્તારમાં લોકોની આંખો માટે સેવાકીય પ્રવૃત્તિ નેત્ર નિદાન સારવાર કેમ્પ રાપર દરીયાસ્થાન મંદિર ખાતે લોહાણા સમાજના સહયોગથી કરી રહ્યા છે. આજે રાપર દરીયાસ્થાન મંદિર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 65માં નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન સ્વ.જયાબેન બાબુભાઇ દાવડા ના પરિવાર ભરત દાબેલી દ્વારા યોજવામાં આવ્યો હતો.ટ

આ કેમ્પમાં 290 જેટલા લોકો ની તપાસણી કરી 130 જેટલા લોકો ના વેલ અને મોતિયા ના ઓપરેશન કરવામાં આવશે, આજે યોજાયેલા નેત્ર નિદાન સારવાર કેમ્પ દરમ્યાન ડો.અલ્કેશ ખેરડીયા તથા લલીત પરમાર અને પ્રવિણ ભાઇ એ તપાસ હાથ ધરી હતી આજે યોજાયેલા નેત્ર નિદાન કેમ્પ દરમિયાન દરીયાસ્થાન મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી રસીકભાઈ આદુઆણિ, પ્રભુલાલ રાજદે, વેલજી ભાઈ લુહાર, ગોવિંદ ભાઇ ઠક્કર, શૈલેષ ભીંડે, ડાયાલાલ ઠાકોર, ચાંદ ભીંડે, ભરત રાજદે, મનોજ ઠક્કર વિગેરે એ સેવા આપી હતી.

Leave a comment