ભુજ અદાણી સ્કિલ ડેવ. ના છાત્રો નાગરિક સંરક્ષણ ક્ષેત્રે થયા સક્ષમ

~ ફાયર બ્રિગેડ, 108 ઈમરજન્સી, સીપીઆરની અપાઈ તાલીમ

ભુજ અદાણી સ્કિલ ડેવલપમેન્ટના તાલીમાર્થીઓ નાગરિક સુરક્ષા ક્ષેત્રે મહત્વના ગણાતા ફાયર બ્રિગેડ, પ્રાથમિક સારવાર, 108 ઈમરજન્સી અને 181 મહિલા હેલ્પ લાઇન સહિતની ટ્રેનિંગ મેળવી તાલીમબધ્ધ થયા હતા.

       નાગરિક સંરક્ષણની તાલીમ દરેક નાગરિકે લેવી જોઈએ તેવા ઉદ્દેશ્ય સાથે અદાણી સ્કિલ ડેવલપમેન્ટ ભુજ અને નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા સક્ષમના તાલીમાર્થીઓ માટે પાંચ દિવસીય વિવિધ તાલીમ આપવામાં આવી હતી.

       જેમાં નાગરિક સંરક્ષણના વોર્ડન પ્રશાંત તન્નાએ ફર્સ્ટ એઇડમાં કુત્રિમ શ્વાસોચ્છવાસ સીપીઆર સહિતની તમામ અનુસંગિક પ્રાથમિક સારવારની તાલીમ આપી હતી. એવી જ રીતે ફાયર બ્રિગેડના કમલેશ મતિયા અને તેમની ટીમે ફાયર સેફ્ટીની તથા સુજિતભાઈ મલવિયા અને તેમની ટીમના સભ્યોએ 108 ઇમરજન્સી સેવા સહિતના ડેમો તાલીમાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા. ખુશ્બુબેન અને રક્ષાબહેને 181 મહિલા હેલ્પ લાઇનની માહિતી પૂરી પાડી હતી.

       કૌશલભાઈએ સ્વબચાવ થી સર્વબચાવની દિશામાં ઉપલબ્ધ બાર જેટલી નાગરિક સંરક્ષણની જુદી જુદી તાલીમ વિષે માહિતી આપી હતી. તાલીમ અધિકારી ડી. ડી. ચાવડાએ નાગરિક સંરક્ષણનો ઇતિહાસ સમજાવ્યો હતો. આ તકે ડેપ્યુટી કંટ્રોલર ડી કે પંડ્યા અને સક્ષમના ડો પૂર્વી ગોસ્વામીએ તાલીમાર્થીઓને સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરવા હેતુથી શુભેચ્છા આપી હતી. ઉપરાંત આયોજન માટે સક્ષમના તાલીમાર્થીઓ અરુણા ચાડ, મનીષ કટારીયા, વંશિકા પરમાર, પાર્થ રામાણી, ભાવેશ મહેશ્વરી સહયોગી બન્યા હતા.

Leave a comment