અદાણી મેડિ.કોલેજમાં જી.કે.સહિત કચ્છની પૅથો. લેબના ૯૦ પ્રતિનિધિઓએ રાષ્ટ્રીય એક્રે.બોર્ડ ઓફ લેબના માપદંડની તાલીમ મેળવી

~ દિલ્હી સ્થિત એન.એ.બી.એલ.ના અધિકારીઓએ લેબ ગુણવત્તા અંગે આપી સમાજ

અદાણી મેડિકલ કોલેજમાં જી.કે. સહિત કચ્છની જુદી જુદી પેથોલોજી લેબોરેટરીના ૯૦ જેટલા પ્રતિનિધિઓને લેબ પરિક્ષણ દ્વારા રોગ નિદાન વધુ સચોટ બનાવવા તેમજ લેબને રાષ્ટ્રીય માન્યતા પ્રદાન થાય એ માટે ગુણવત્તાના ચોક્કસ માપદંડ ઉપર તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમ, દિલ્હી સ્થિત ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત આવતા નેશનલ એક્રેડીટેસન બોર્ડ ફોર લેબોરેટરી(એન. એ .બી.એલ)ના અધિકારીઓ મારફતે તાલીમ આપી હતી.તાલીમમાં કચ્છના ટેકનેશિયન્સ,માઇક્રો બાયોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ અને લેબ.ડાયરેક્ટર જોડાયા હતા.

એન.એ.બી.એલ.ના ડાયરેક્ટર પંકજ જોહરી અને આસી.ડાયરેક્ટર  રોઝિના મલિકે તાલીમ આપતા કહ્યું કે, વર્તમાન મેડિકલ યુગમાં રોગના વૈજ્ઞાનિક અને તલસ્પર્શી નિદાન માટે લેબ.ટેસ્ટ મહત્વનું પાસું હોવાથી શ્રેષ્ઠ ટેકનેશિયેન્સ તો આવશ્યક છે જ સાથે સાથે આધુનિક સાધનોથી સુસજ્જ લેબ પણ જરૂરી છે.

તેમણે  લેબ માટે જરૂરી એન.એ.બી.એલ સર્ટિફિકેટ માટે લેબની ગુણવતા,લેબ તજજ્ઞ, પોલીસી કેમ બનાવવી, લાઈસન્સ કેવી રીતે મેળવવું અને લેબનું આધુનિક માળખું કેવું હોવું જોઈએ એ અંગે વિસ્તૃત માગૅદશૅન આપ્યું હતું.

આ પ્રસંગે જી.કે. પેથો.લેબ હેડ ડો.ભૂષણ વાર્પે અને ડો.નિકિતા મોઢ, બાયો કેમે. હેડ, ડો.અમિત મહેશ્વરી, માઇક્રોબાયો હેડ ડો.હિતેશ આસુદાની ઉપસ્થિત રહ્યા હતા.જી.કે. ના મેડિકલ એડમીન હેડ ડો.સ્વપ્નિલ સાઇખેડકર, અને જી.કે.ના ક્વોલિટી હેડ સ્ટેફીના સેબાસ્ટિયન વિગેરેએ આયોજન સંભાળ્યું હતું.કાર્યક્રમનું સંચાલન આસી.મેનેજર રિલ્પાબેન આચાર્યએ કર્યું હતું.

Leave a comment