પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે ઝટકો આપ્યા બાદ હવે પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) એ કોંગ્રેસને સાઈડલાઈન કરી દીધી છે. આપએ સ્પષ્ટ કર્યું છે કે પંજાબમાં પાર્ટી એકલી જ લોકસભા ચૂંટણી લડશે.
શું બોલ્યાં સીએમ ભગવંત માન
પંજાબના સીએમ અને આપ નેતા ભગવંત માને કહ્યું કે પંજાબમાં કોંગ્રેસ સાથે અમને કોઈ લેવા દેવા નથી. આમ આદમી પાર્ટીએ પંજાબમાં 13 લોકસભા બેઠકો માટે આશરે 40 ઉમેદવારો પસંદ કર્યા છે. પાર્ટી 13 લોકસભા સીટ માટે ઉમેદવારો માટે સરવે યોજવાની તૈયારીમાં છે. ચંડીગઢ નગર નિગમ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે ભગવંત માને કહ્યું કે આપ પાર્ટી લોકસભાની સીટોને 14 કરી શકે છે કેમ કે એક સીટ ચંડીગઢની પણ છે.
શું દિલ્હીમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે?
દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન માટે AAP પણ તૈયાર છે. અત્યાર સુધી તો અહીંની સાત સીટોને લઇને કોઈ ફોર્મ્યુલા તૈયાર નથી પણ કોંગ્રેસની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિ અને AAP નેતાઓ વચ્ચે સીટ શેરિંગને લઈને બેઠક થઇ ચૂકી છે. બંને પક્ષોએ આ દરમિાયન ભાજપ વિરુદ્ધ એકજૂટતા બતાવી છે.
