CUET PG 2024 કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન 2024 માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે. હજુ તમારે અરજી કરવાની બાકી હોય તો આજે જ કરી દો. અરજી માત્ર ઓનલાઈન મોડમાં જ કરી શકશો. તેથી તેના માટે તમારે સંસ્થાની અધિકૃત વેબસાઈટ pgcuet.samarth.ac.in પર જવાનું રહેશે.
ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ આજે છે તેમજ એપ્લીકેશન ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી 2024 છે. એટલે કે આજે રાત્રે 11.50 કલાક સુધી તમે અરજી કરી શકશો અને તેની ફી પણ ભરી શકશો.
અરજી સબમિટ કર્યા પછી જો તેમા કોઈ સુધારો કરવાનો હોય તો તેના માટે તારીખ 27 થી 29 જાન્યુઆરી 2024 સુધી ફોર્મમાં સુધારો કરી શકાશે. આ દરેક સુવિધા રાત્રીના 11.50 કલાક સુધી જ ઉપલબ્ધ રહેશે.
તા. 11 થી 28 માર્ચ 2024 દરમિયાન પરીક્ષાનું આયોજન કરાશે
પરીક્ષા માટેની સિટી સ્લિપ માટે 4 માર્ચ 2024ના રોજ જાહેર કરવામાં આવશે અને એડમિટ કાર્ડ 7 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત સીયૂઈટી પીજી માટે તા. 11 થી 28 માર્ચ 2024 દરમિયાન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.. તેમજ પરીક્ષાની આન્સર-કી 4 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે.
પેપરનો સમય 1 કલાક અને 45 મિનિટનો રહેશે
જો પરીક્ષાના ટાઈમિંગ બાબતે વાત કરવામાં આવે તો પેપરનો સમય 1 કલાક અને 45 મિનિટનો રહેશે. પરીક્ષા ત્રણ શિફ્ટમાં યોજાશે. જો કે, હાલમાં પેપરનો ટાઈમ જાહેર કરવામાં આવ્યો નથી.
