ભારતે સફળતાની અસાધારણ કહાની દુનિયા સમક્ષ રજૂ કરી

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને ભારતના ફરી એક વખત ભરપૂર વખાણ કર્યા છે.તેમનુ કહેવુ છે કે, ભારત સફળતાની એક અસાધારણ કહાની દુનિયા સમક્ષ રજૂ કરી રહ્યુ છે.લાખો ભારતીયોને મોદી સરકારની યોજનાઓના કારણે ફાયદો થઈ રહ્યો છે અને તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો છે.સાથે સાથે અમેરિકા અને ભારતના સબંધો પણ નવી ઉંચાઈઓ સર કરી રહ્યા છે.બંને દેશો વચ્ચે લોકતંત્ર અને લોકોના અધિકારો પરની ચર્ચા પણ નિયમત રીતે થતી રહે છે.

ભારતમાં હિન્દુ રાષ્ટ્રવાદનુ મોજુ જોવા મળી રહ્યુ છે તેવા સવાલનો જવાબ આપતા બ્લિન્કને કહ્યુ હતુ કે, અમે ભારત અસાધારણ સફળતાની કહાની રજૂ કરી રહ્યુ હોય તેવુ લાગે છે.ભારતે ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે અને ભારતીયોની જિંદગી પર સરકારની યોજનાઓનો સકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો છે.

સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો નવા સ્તર પર છે અને તેના માટે ભારતના વડાપ્રધાન મોદી તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનના પ્રયાસો જવાબદાર છે.જ્યારે રાષ્ટ્રપતિ બાઈડને સત્તા સંભાળી હતી ત્યારે જ નક્કી કર્યુ હતુ કે, અમેરિકાની વિદેશ નીતિમાં લોકતંત્ર તેમજ માનવાધિકારો અંગેની ચિંતાઓને પણ ફરી સ્થાન મળવુ જોઈએ.અમારી સરકારે એવુ કર્યુ પણ છે.

Leave a comment