સેબીએ AIFsના ડીમેટ ફોર્મમાં હોલ્ડિંગને લઇને માર્ગદર્શિકા રજૂ કરી

કેપિટલ માર્કેટ નિયામક સેબીએ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે ડીમટિયીરલાઇઝ્ડ ફોર્મમાં તેના રોકાણના હોલ્ડિંગ તેમજ કસ્ટોડિયનની નિમણૂકને લઇને માર્ગદર્શિકા બહાર પાડી છે. તાજેતરની માર્ગદર્શિકા અનુસાર સેબી દ્વારા જ્યાં સુધી મુક્તિ આપવામાં ન આવે ત્યાં સુધી AIFsએ ડીમટીરીયલાઇઝ્ડ ફોર્મમાં રોકાણને હોલ્ડ કરવું અનિવાર્ય રહેશે.

આગામી 1 ઓક્ટોબર, 2024થી અમલી થનારા માળખા પ્રમાણે, AIF દ્વારા કરાયેલું કોઇપણ રોકાણ ડીમટીરીયલાઇઝ્ડ સ્વરૂપે રાખવું હવે જરૂરી બનશે. જો કે, આ તારીખ પહેલાં કરાયેલા રોકાણોને મુક્તિ આપવામાં આવી છે, સિવાય કે જ્યાં રોકાણ કરનાર કંપનીને ડીમટીરિયલાઈઝેશનની સુવિધા માટે કાયદેસર રીતે જરૂરી હોય અથવા જ્યારે AIF, એકલા અથવા અન્ય સેબી રજિસ્ટર્ડ એન્ટિટી સાથે, રોકાણ કરનાર કંપની પર નિયંત્રણ ધરાવે છે.

AIFના સ્પોન્સર અથવા મેનેજરે AIFs સિક્યોરિટીઝની સલામતી માટે બોર્ડમાં નોંધાયેલ કસ્ટોડિયનની નિમણૂક કરવી જરૂરી છે. કસ્ટોડિયન જે સ્પોન્સર અથવા મેનેજરના સહયોગી છે, તેઓ કેટલીક શરતો હેઠળ માત્ર કસ્ટોડિયન તરીકેની જ ફરજ નિભાવી શકે છે. AIFની સ્કીમ માટે કસ્ટોડિયનની નિમણૂક સ્કીમના પ્રથમ રોકાણ પહેલાં થવી જોઈએ. AIFની કેટલીક કેટેગરી માટે કસ્ટોડિયનની નિમણૂક જરૂરી છે.

સ્ટાન્ડર્ડ સેટિંગ ફોરમની રચના કરવામાં આવશે

નિયમનકાર અનુસાર સેબીના સહયોગથી AIFs માટે સ્ટાન્ડર્ડ સેટિંગ ફોરમ માટે કસ્ટોડિયનશિપ હેઠળ AIFના રોકાણની જાણ કરવા માટે અમલીકરણ માટેના ધોરણો ઘડવા પડશે. આ ધોરણો ફોર્મેટનો ઉલ્લેખ કરે છે અને તેને SFA દ્વારા ઘડવામાં આવશે. AIF એ તે એક રોકાણ માટેનું માધ્યમ છે જે રિયલ એસ્ટેટ, પ્રાઇવેટ ઇક્વિટી, હેજ ફંડ્સમાં રોકાણ કરવા માટે રોકાણકારો પાસેથી ફંડ એકત્ર કરે છે.

Leave a comment