અદાણી એનર્જી સોલ્યુશન્સને પાવર ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરમાં આગામી વર્ષોમાં સૌથી વધુ ફાયદો થશે

મલ્ટીનેશનલ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક અને ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રે ખ્યાતનામ જેફરીઝ જૂથે અદાણી એનર્જી સોલ્યુશન્સ (AESL) પાવર ડિસ્ટ્રિબ્યુશન અંગે મહત્વની આગાહી કરી છે. અમેરિકામાં મુખ્યાલય ધરાવતી જેફરીઝે ભારતીય પાવર સેક્ટર અંગે પ્રકાશિત તાજેતરના અહેવાલમાં AESLને આગામી વર્ષોમાં મહત્તમ ફાયદો થવાની વાત કરી છે. જેફરીઝની ભારતીય શાખાએ જણાવ્યું છે કે AESL ને પાવર ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરમાં આગામી વર્ષોમાં સૌથી વધુ ફાયદો થશે.

ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની AESL સ્માર્ટ મીટરિંગ બિઝનેસમાં પણ આગળ વધી રહી છે. તાજેતરમાં કંપનીએ ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સોલ્યુશન સ્પેસમાં પણ પ્રવેશ કર્યો છે, જેમાં એક આકર્ષક “કૂલિંગ-એઝ-એ -સર્વિસ” પ્રસ્તાવિત છે. તેનો મિશ્ર-ઉપયોગ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના કોલિંગ કેપેક્સ અને ઓપેક્સને ઘટાડે છે.

જેફરીઝે તેના અહેવાલમાં જણાવ્યું છે કે “ખાનગીકરણને પ્રોત્સાહન આપતા પ્રોજેક્ટ્સમાં વીજળી વિતરણને ભરપૂર ફાયદો થશે. વળી આ સુધારાથી વિતરણમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધશે અને લાંબા ગાળે ડિસ્ટ્રિબ્યુશનની નાણાકીય સ્થિતિને પણ મજબૂત બનાવશે.”

AESL ભારતમાં 17 રાજ્યોમાં 20,518 ckm અને ટ્રાન્સફોર્મેશન ક્ષમતાના 53,161 MVAનું સંચિત ટ્રાન્સમિશન નેટવર્ક ધરાવે છે. તેના વિતરણ વ્યવસાયમાં કંપની મેટ્રોપોલિટન મુંબઈ અને મુન્દ્રા SEZના ઔદ્યોગિક હબમાં 12 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપે છે. સ્માર્ટ મીટરિંગ બિઝનેસમાં AESLની ઓર્ડરબુક વિવિધ રાજ્યોમાં ~20 મિલિયન સ્માર્ટ મીટર જેટલી છે.

જેફરીઝના તારણ મુજબ  FY23 થી FY30 દરમિયાન ભારતના પાવર ટ્રાન્સમિશન સેક્ટરમાં $70 બિલિયનનોં ખર્ચ થવાનો અંદાજ છે. ટ્રાન્સમિશન સ્પેસમાં પહેલેથી જ $12 બિલિયન મૂલ્યના પ્રોજેક્ટ બિડ આઉટના વિવિધ તબક્કામાં છે.

AESL ની એક્ઝેક્યુશન ક્ષમતાને માન્યતા આપતા જેફરીઝે જણાવ્યું હતું કે AESL એ “બજેટ કરેલ ખર્ચ અને કાર્યકાળ કરતા ઓછા સ્થાયી ટ્રાન્સમિશન લાઇન નેટવર્કને ચાલુ કરવામાં સક્ષમતા સ્થાપિત કરી છે.” AESL એ સફળતાપૂર્વક રાષ્ટ્રને ઘણા જટિલ અને પડકારરૂપ પ્રોજેક્ટ્સ આપ્યા છે.

ESG સંદર્ભે ટોચનું રેટિંગ ધરાવતી કંપનીઓમાં AESL અગ્રણી સ્થાન મેળવવા આગેકૂચ કરી રહી છે. વૈશ્વિક સ્તરે AESLને મોરેશિયસમાં વર્લ્ડ સસ્ટેનેબિલિટી કોંગ્રેસ દ્વારા ‘ગ્લોબલ સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ-૨૦૨૩થી નવાજવામાં આવી છે. પાવર સેકટરમાં એક અગ્રણી સંશોધક તરીકે હરિયાળા ભવિષ્યનું સર્જન કરવાના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે સંકલ્પબદ્ધ છે.

Leave a comment