મોદીએ દેશના સૌથી લાંબા સી-બ્રિજનું ઉદ્ઘાટન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ મુંબઈને નવી મુંબઈથી જોડે છે. આ સાથે, બે કલાકની મુસાફરી 16 મિનિટમાં પૂર્ણ થશે. મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પુલનો કુલ ખર્ચ 17 હજાર 843 કરોડ રૂપિયા થયો છે.

21.8 કિમી લાંબો સિક્સ લેન પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર સીલિંક (MTHL) તરીકે પણ ઓળખાય છે. પુલનો 16.5 કિમી ભાગ સમુદ્ર પર છે, જ્યારે 5.5 કિમી ભાગ જમીન પર છે. આ પુલની ક્ષમતા દૈનિક 70 હજાર વાહનોની છે. હાલમાં આ પુલ પરથી દરરોજ અંદાજે 50 હજાર વાહનો પસાર થવાનો અંદાજ છે.

MTHLની વેબસાઈટ અનુસાર, બ્રિજના ઉપયોગથી દર વર્ષે એક કરોડ લિટર ઈંધણની બચત થવાનો અંદાજ છે. આ દરરોજ 1 કરોડ ઈવીમાંથી બચતના ઈંધણની સમકક્ષ છે. આ સિવાય પ્રદૂષણના સ્તરમાં ઘટાડાને કારણે લગભગ 25 હજાર 680 મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે.

બ્રિજ બનાવવા માટે 1.78 લાખ મેટ્રિક ટન સ્ટીલ અને 5.04 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજ પર 400 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પક્ષીઓ અને દરિયાઈ જીવોની સુરક્ષા માટે બ્રિજ પર સાઉન્ડ બેરિયર્સ અને અદ્યતન લાઇટિંગ લગાવવામાં આવી છે.

આ પુલની ક્ષમતા 70,000 વાહનોની છે

આ પુલની ક્ષમતા દૈનિક 70000 વાહનોની છે. આના કારણે દક્ષિણ મુંબઈથી ચિર્લેનું અંતર લગભગ 30 કિમી ઘટી જશે. બ્રિજ પર વન-વે ટોલ 250 રૂપિયા પ્રતિ કાર દીઠ નક્કી કરવામાં આવ્યો છે. બંને તરફ ટોલ 375 રૂપિયા કાર દીઠ હશે.

બાઇક-રિક્ષા પર પ્રતિબંધ, 4 વ્હીલરની મહત્તમ ઝડપ 100 KMPH

મુંબઈ પોલીસે જણાવ્યું કે ફોર-વ્હીલર, મિની બસ અને ટુ-એક્સલ વાહનની મહત્તમ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. બ્રિજના ચઢાણ અને ઉતરાણ પરની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ નહીં હોય. તેમજ,મોટરસાયકલ, મોપેડ, થ્રી-વ્હીલર, ઓટો અને ટ્રેક્ટરને આ પુલ પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

દર વર્ષે 1 કરોડ લિટર ઇંધણની બચત

આ પુલના ઉપયોગથી દર વર્ષે એક કરોડ લીટર ઈંધણની બચત થવાનો અંદાજ છે, આ ઉપરાંત પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થવાને કારણે લગભગ 25680 મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે.

અવાજ પુલની બહાર નહીં જાય

મુંબઈ બાજુથી પુલના 8.5 કિમીના ભાગ પર નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. બ્રિજનો મોટો હિસ્સો BARC (ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર)માંથી પસાર થતો હોવાથી છ કિલોમીટર સુધીના ભાગ પર સાઇડ બેરિકેડિંગ લગાવવામાં આવ્યું છે, જે અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે.

આ પુલ સમુદ્રથી 15 મીટર ઉંચો બનાવવામાં આવ્યો છે

આ પુલ દરિયાની સપાટીથી 15 મીટરની ઉંચાઈ પર બનાવવામાં આવ્યો છે. આ માટે સમુદ્રતળમાં 47 મીટર ઊંડે સુધી ખોદકામ કરવું પડ્યું હતું. આ સમય દરમિયાન, ONGC, JNPT અને BARC જેવી સંવેદનશીલ સંસ્થાઓને નુકસાન ન થાય તેની કાળજી રાખવામાં આવી હતી.

5000થી વધુ મજુરોએ બાંધકામ કર્યું

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ના ડેટા અનુસાર, 2018ના મધ્યમાં કામ શરૂ થયું ત્યારથી કુલ 5,403 મજૂરો અને એન્જિનિયરોએ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે દરરોજ સરેરાશ કામ કર્યું હતું. પુલના નિર્માણ દરમિયાન સાત મજૂરોએ પણ જીવ ગુમાવ્યા હતા.

Leave a comment