‘વિશ્વભરના રોકાણકારો માટે ગુજરાત સૌથી મનપસંદ જગ્યા’:અમિત શાહ

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો છેલ્લો દિવસ હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 જાન્યુઆરીના રોજ આ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કર્યું હતું. એ દિવસે દેશ-વિદેશના રાષ્ટ્રપતિઓ, કંપનીઓના વડાઓ, સીઇઓ, ડેલિગેટ્સ આવ્યા હતા. આજે અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન થયું હતું. અમિત શાહે વાઇબ્રન્ટ સમિટના સમાપનની સ્પીચમાં જણાવ્યું હતું કે, ગુજરાતીઓ ઓળખાય છે ઇન્વેસ્ટમેન્ટ લાવનાર તરીકે, પણ મનોજ સિન્હાએ કાશ્મીરમાં રોકાણ કરવાની અપીલ કરી છે તો આપણે કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવી ત્યાં રોકાણ કરીએ એવી અપીલ કરું છું. તેમણે આગળ જણાવ્યું કે, વિશ્વભરના રોકાણકારો માટે ગુજરાત મનપસંદ જગ્યા છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, અમૃતકાળની પહેલી વાઇબ્રન્ટ સમિટના સમાપનમાં તમારી સામે હાજર છું. પહેલી વાઇબ્રન્ટ સમિટમાં પણ હાજર હતો અને આજે 10મી વાઇબ્રન્ટ સમિટમાં પણ હાજર છું. કોઈ પસંદગીવાળું અને ઉત્પાદનની જગ્યા છે એ ભારત છે અને તેમાંય સૌથી વધુ પસંદગીવાળુ અને ઉત્પાદનની જગ્યા હોય તો ગુજરાત છે. 2003માં મોદીજીએ ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી ત્યારથી અત્યાર સુધી આ 10મી સમિટ છે, આજ હું જોઉં છું ત્યારે અને અત્યારે કઈ અલગ છે. આ યુગ પરિવર્તનની શરૂઆત 20 વર્ષ પહેલાં કરી હતી. ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ માટે સૌથી વ્હાલું છે. હું વિશ્વાસ સાથે કહું કહું છું મોદીજી ત્રીજી ટર્મમાં ભારત ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે. આજ ભારત વિશ્વ મિત્ર બનીને ઉભું થયું છે. ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂરા થયા અને આઈડિયાને પ્રમોટ કર્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત મોડલને દેશના અન્ય રાજ્યોએ સ્વીકાર કર્યો છે. ગુજરાત આગળનું જોઈને આગળ વધી રહ્યું છે. આજ આખા દેશનો વિશ્વાસ બન્યો છે. વિકસિત ભારતનો ગેટ વે ગુજરાત થઈને જઈ રહ્યા છીએ.

ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાના MSME 32 જિલ્લામાં વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ પણ યોજાઈ હતી. UAEના પ્રેસિડેન્ટની હાજરી હતી, તેમના MoUએ સબંધ વધાર્યો છે. ગુજરાત ગેટ વે ટુ ધ ફ્યુચર થયું છે, 50 ટકા MoU ગ્રીન ગ્રોથના થયા છે, કેટલાક અગ્રણીઓએ ગુજરાતને પોતાનું ઘર કહ્યું છે. વિકસિત ગુજરાત 2047ની રોડ મેપ રજૂ કર્યો છે, અમૃતકાળની પહેલી વાઇબ્રન્ટમાં વડાપ્રધાનના વિઝનને પૂરું પાડશે.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી વિઝનરી લીડર છે, નરેન્દ્ર મોદી બે કદમ આગળ વિચારનાર વિઝનરી છે. મહાત્મા મંદિર 3 દિવસ દેશ- વિદેશના મહેમાન માટે મહત્વનું બની રહ્યું છે. ગુજરાતને ગ્લોબલ સમિટ બનાવવાની શરૂઆત 2003માં થઈ, આજે 20 વર્ષ થયાં છે અને તેમાં ઉત્તરોતર વધારો થયો છે. MSME એ રાજ્યના ઈન્ડસ્ટ્રીની બેકબોન છે.

પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, મનોજ સિંહાને હું સાંભળતો હતો, મનોજ સિંહા અમને કાશ્મિર આવવાનું આમંત્રણ આપ્યું એનાથી મોટી સફળતા અમારા માટે ન હોય. વડાપ્રધાનના વિઝનને થોડાક શબ્દોમાં કહેવાનો મારો પ્રયાસ છે. દેશ-દુનિયાના ઉદ્યોગપતિઓએ રોકાણ કર્યું છે. વાઇબ્રન્ટ સમિટની શરૂઆતમાં બહુ ટીકા થતી હતી. સારા ગામમાં પ્લોટ લેવા વિસ્તાર લોકો જોતા હોય છે. કારણ કે એ લોકોને ખાતરી હોય છે કે, અહીં સલામતી છે, પહેલા ભાષણ કરતી વખતે વીજળી જતી હતી, આજે વીજળીનો પ્રશ્ન નથી. શાંતિ અને સલામતીની ગુજરાતમાં સ્થાપના થઈ છે એટલે ગુજરાતની શાખ બંધાઈ છે. જેમ બોર્ડ પર લખેલું ડસ્ટરથી સાફ થાય એમ કાશ્મિરમાં 370ની કલમ દૂર થઈ અને એટલે જ સિંહા સાહેબ આજે અહીં આવીને નોંતરું આપે છે.

જમ્મુ -કાશ્મિરના લેફ્ટનેન્ટ જનરલ મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, મારા માટે વ્યક્તિગત રીતે ભાગ લેવો સન્માન છે, જમ્મુ-કાશ્મીર બીજા કારણોથી ઓળખાતું હતું. કદાચ જમ્મુ-કાશ્મિરથી કોઈ પહેલું આવ્યું હશે. જમ્મુ-કાશ્મિર હવે વાઇબ્રન્ટમાં ભાગ લેવા જેવું બની ગયું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ખરેખર માધ્યમ છે જે તક છે, દુનિયાભરના લોકો અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ રાહ જોતા હશે કે વાઇબ્રન્ટ ગુજરાત ક્યારે છે. જમ્મુ-કાશ્મિરમાં પોલિસીને કારણે 90 હજાર કરોડના રોકાણ આવ્યા છે. આપણે સોના કી ચીડિયા એટલે હતી કે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ હતા.

શક્તિને પ્રધાનમંત્રીએ ઓળખી છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં પરિવર્તન આવ્યું છે, એટલે ભારતમાં તેના કારણે ખૂબ જ પરિવર્તન આવશે. કાશ્મિર નેચરલ સોર્સિસનું ભંડાર છે, કાશ્મીરમાં સૌથી સસ્તી વિજળી છે અને ગુજરાત કરતાં ઓછો ક્રાઈમ રેટ છે. હું કહી શકું છું આતંકવાદ હવે છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે. ક્રાઈમ રેટમાં અમે ઘણા રાજ્યોથી પાછળ છીએ. કાશ્મીરની પોલિસી બનતી હતી ત્યારે હું અમિત શાહના ઘરે હતો. એ સમયે એમણે કહ્યું હતું કે, ચિંતા ન કરો, હું મુંબઈ અને અમદાવાદ જઈને 20-25 હજાર કરોડનું ઈન્વેસ્ટમેન્ટ લઈ આવીશ. જમ્મુ-કાશ્મિરમાં આવવા માટે નિમંત્રણ છે.

આજના સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાને દેશમાં ફ્યુચરીસ્ટીક એનર્જીં ડિમાન્ડને પહોંચી વળવા માટે ક્લીન અને ગ્રીન એનર્જી દ્વારા ગ્રીન ગ્રોથ પર ભાર મૂક્યો છે. ગુજરાત વડાપ્રધાનના આ વિઝનને સુસંગત ગ્રીન ગ્રોથ માટે પ્રતિબદ્ધ છે. આ હેતુસર આગામી પાંચ વર્ષ માટે ગ્રીન ગ્રોથ સેક્ટર માટે 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ‘ગુજરાત ધ ગ્રીન હાઈડ્રોજન ડેસ્ટીનેશન ઓફ ગુજરાત સેમિનાર’ સેમિનાર દ્વારા નવી ટેકનોલોજી, પોલિસી ફ્રેમિંગ માટેનાં સૂચનો રાજ્ય માટે ઉપયોગી થશે અને ગુજરાતને ભારતની ઊર્જા સમૃદ્ધિનું દ્વાર બનવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Leave a comment