શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ

ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટમાં કોર્પોરેટ ઈન્ડિયાની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ અદાણી ગ્રુપ સહિતની દેશ -વિદેશની કંપનીઓ દ્વારા મેગા ઈન્વેસ્ટમેન્ટ, પ્રોજેક્ટોની જાહેરાતની સાથે સાથે ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન અને વિશ્વના ટોચના ત્રણ દેશોમાં ભારતને સામેલ કરી શકવાના દ્રઢ નિર્ધાર સાથે વૈશ્વિક સાહસિકોએ ગુજરાતમાં મોટાપાયે રોકાણ કરવાના કરેલા કરારોને લઈ આજે ભારતીય શેરબજારમાં ઘટાડે સ્ટોક સ્પેસીફીક લેવાલી જોવા મળી હતી.

વૈશ્વિક મોરચે રાતા સમુદ્રમાં જહાજો પર હુમલાએ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહેતાં અને ચાઈનાની આર્થિક અનિશ્ચિતતા અને ફુગાવાના આંકડા જાહેર થતાં પૂર્વે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં પણ દરેક ઉછાળે સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો. કોર્પોરેટ પરિણામોની વાત કરીએ તો TCS લિ. ની આવકમાં વાર્ષિક ધોરણે અંદાજીત 4% વૃદ્ધિ નોંધાવીને આવકમાં અંદાજીત 8%નો વધારો નોંધાવ્યો હતો, જયારે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ક્લાયન્ટની નબળી માંગના પરિણામે ઈન્ફોસિસ લિ. તેના ત્રિમાસિક નફાનો અંદાજ ચૂકી ગઈ હતી અને ચોખ્ખો નફો 7.3% ઘટીને 61.06 અબજ રૂપિયા રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 63 પોઈન્ટના ઉછાળા સાથે 71721 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 19 પોઈન્ટના ઘટાડા સાથે 21689 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી, તેમજ બેંક નિફ્ટી ફ્યુચર 26 પોઈન્ટના ઘટાડા સાથે 47580 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.66% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.79% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રીયલ્સ, ટેક, આઈટી, એફએમસીજી, સર્વિસીસ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3937 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1522 અને વધનારની સંખ્યા 2317 રહી હતી, 98 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડી સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં ફંડોની લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 1.7 લાખ કરોડ ઘટીને 370.47 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 2.58%, એક્સિસ બેન્ક 1.38%, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.29%, ઈન્ડસઈન્ડ બેન્ક 1.17 % અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 1.09% વધ્યા હતા, જ્યારે ઈન્ફોસિસ 1.62%, હિન્દુસ્તાન યુનિલિવર 1.56%, વિપ્રો 1.28%, લાર્સન એન્ડ ટુબ્રો 1.18% અને જેએસડબલ્યૂ સ્ટીલ 0.85% ઘટ્યા હતા. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓ માંથી 13 કંપનીઓ વધી અને 17 કંપનીઓ ઘટી હતી.

નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…

નિફ્ટી ફ્યુચર બંધ ( 21689 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 21808 પોઇન્ટના પ્રથમ અને 21880 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 21606 પોઇન્ટથી 21570 પોઇન્ટ, 21505 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 21808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ( 47580 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 47170 પોઇન્ટના પ્રથમ અને 47007 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 47606 પોઇન્ટથી 47676 પોઇન્ટ, 47770 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 47770 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 2721 ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2688 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2670 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2737 થી રૂ.2753 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2760 ઉપર તેજી તરફી ધ્યાન…!!

એસબીઆઈ કાર્ડ્સ ( 761 ) :- નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.774 થી રૂ.780 ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.744 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

ઈન્ફોસિસ લિ. ( 1528 ) :- રૂ.1553 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1574 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1505 થી રૂ.1488 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1580 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!

ગ્લેનમાર્ક ફાર્મા ( 881 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.909 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.864 થી રૂ.848 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.919 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

બજારની ભાવિ દિશા….

ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૭.૭%ની મજબૂત વાસ્તવિક વૃદ્ધિ હાંસલ કરી છે અને આરબીઆઈના એક અંદાજ મુજબ સમગ્ર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થતંત્ર ૭%ના દરે વૃદ્ધિ પામી શકે છે. મજબૂત આર્થિક વૃદ્ધિએ ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટને વેગ આપ્યો છે. જો કે, વર્ષ ૨૦૨૪માં આ ગતિ જાળવી રાખવી એ એક પડકારરૂપ હોઈ શકે છે.

સ્થાનિકમાં ફુગાવાના દરમાં વધુ સાધારણ થવાની ધારણા છે, પરંતુ ઓછામાં ઓછા ત્રણ વર્ષથી ફુગાવાનો દર ઊંચો રહ્યો છે અને બીજું પાસું એ છે કે ભારતે આગળ જતાં સુસ્ત વૈશ્વિક અર્થતંત્રનો પણ સામનો કરવો પડશે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના અનુમાન મુજબ, વર્ષ ૨૦૨૪માં વૈશ્વિક અર્થવ્યવસ્થા ૨.૯%ના દરે વૃદ્ધિ પામશે, જ્યારે વર્ષ ૨૦૨૩માં ૩%ની વૃદ્ધિ જોવા મળી હતી. જો કે, વિશ્વ વેપારમાં સુધારો થવાની અપેક્ષા છે અને આનાથી થોડી મદદ મળવી જોઈએ.

વૈશ્વિક સ્તરે વિશ્વના વિવિધ ભાગોમાં યુદ્ધો નોંધપાત્ર જોખમો ઉભા કરી શકે છે તેમજ સ્થાનિક રીતે આ લોકસભા ચૂંટણીનું વર્ષ છે. ચૂંટણી પછી નીતિગત વલણમાં મોટો ફેરફાર આર્થિક પરિણામોને અસર કરી શકે છે.

Leave a comment