વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેડ શોનું ઉદ્ધાટન કર્યું

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024ને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દેશ-વિદેશના વડા, મોટી કંપનીઓના સીઇઓ, ડેલિગેટ્સ આવી રહ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. હાલ બપોર પછી નરેન્દ્ર મોદીએ ટ્રેડ શોનું ઉદ્ધાટન કર્યું હતું. સાથે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ પણ જોવા મળ્યા હતા. બન્ને નેતાઓએ સાથે ટ્રેડ શોમાં વિવિધ સ્ટોલોની મુલાકાત કરી હતી. ટ્રેડ શોમાં બુલેટ ટ્રેનનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જ્યારે મોદી ટ્રેડ શોની મુલાકાત લેવા અંદર જઈ રહ્યા હતા ત્યારે અને બહાર આવ્યા ત્યારે જય શ્રીરામના નારા લાગ્યા હતા.

નરેન્દ્ર મોદી અને પ્રમુખ ફિલિપ જેસિન્ટો ન્યુસીએ આજે ગાંધીનગરમાં અદભુત મુલાકાત કરી હતી. બાદમાં પીએમઓએ આ બેઠકને લઈને ટ્વીટ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત-મોઝામ્બિક સંબંધોમાં વધારો! ફિલિપ જેસિન્ટો ન્યુસીએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા, સંરક્ષણ, આતંકવાદ વિરોધી, ઊર્જા, આરોગ્ય, વેપાર, રોકાણ, કૃષિ, જળ સુરક્ષા, ખાણકામ અને દરિયાઈ સહયોગ જેવા ક્ષેત્રો પર ચર્ચા કરી હતી. મોઝામ્બિકના રાષ્ટ્રપતિએ વ્યાપાર અને લોકો વચ્ચેના સંબંધો માટે એર કનેક્ટિવિટી વધારવા પર પણ ચર્ચા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિના રોડ શોને લઈને સ્વાગત પોઈન્ટ પર ભારે તૈયારી ચાલી રહી છે. રોડ શોના રૂટમાં એક પોઈન્ટ પર આસામનું સાંસ્કૃતિક નૃત્ય બીહુ રજૂ કરવામાં આવશે. જેનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.

ડચ કંપનીના ડેલિગેટ્સે CMની મુલાકાત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ડચ કંપની ડી.એસ.એમ. ફરમેનિશ કંપનીનાં પ્રતિનિધિઓએ મુલાકાત કરી હતી. ફરમેનિશ કંપનીનાં ભારતનાં પ્રેસિડેન્ટ રાહુલ જલાને મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, ભારતમાં કંપની હ્યુમન ન્યૂટ્રીશન, અનિમલ ન્યૂટ્રીશન, પ્રફ્યુમરી અને ટેક્સ્ચર પ્રોડક્ટસનાં ઉત્પાદનમાં કાર્યરત છે. તેમણે કંપનીનાં દહેજ સ્થિત પ્લાન્ટનાં ઓપરેશન માટે રાજ્ય સરકારનાં સંપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતની પ્રોએક્ટિવ પોલિસીઝનાં વખાણ કરતાં કહ્યું કે, રાજ્યમાં તેમની ક્ષમતાને વિસ્તારવા માટે ઉત્સુક છે. આ માટે તેમણે રાજ્ય સરકાર સાથે MoU કરવાની મનશા વ્યક્ત કરી હતી.

અમદાવાદમાં એરપોર્ટ સર્કલ પર ભારે ટ્રાફિકજામના દૃશ્યો સામે આવ્યા છે. જેમાં વાહનોની લાંબી લાઈન લાગી ગઈ છે. પૂર્વ અમદાવાદના મુસાફરો ડફનાળા જંક્શનથી આવવાનું ટાળવું, તેઓ ગાંધીનગર અને એરપોર્ટ જવા માટે મેમ્કો, નરોડા અને નોબેલ ટી જંક્શનનો ઉપયોગ કરવો. પશ્ચિમ અમદાવાદથી એરપોર્ટ આવતા લોકોને સલાહ છે કે તેઓ રિંગરોડ અને ચિલોડા સર્કલથી એરપોર્ટ નોબલ નગર ટી અને ભદ્રેશ્વર જંક્શન પહોંચી શકશે. જો ખૂબ જ ઇમર્જન્સી હોય તો ત્યાં હાજર પોલીસ સાથે રોડ બંધ માટે વાત કરી શકશે અથવા ટ્રાફિક હેલ્પલાઈન

સાંજે UAEના પ્રેસિડન્ટ સાથે મોદીનો રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાગયાનના સ્વાગત માટે સાંજે 4 વાગ્યે અમદાવાદના લોકો ઉપસ્થિત રહેશે. બાદમાં નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે એરપોર્ટ તિરંગા સર્કલથી ઇન્દિરાબ્રિજ સર્કલ સુધી રોડ શો કરશે. આ રૂટના પાંચ મુખ્ય સ્પોટ તિરંગા સર્કલ, તાજ સર્કલ, શંભુ કોફી સર્કલ, આશ્રય ઈન હોટેલ પાસે, ઈન્દિરાબ્રિજ સર્કલનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ જાપાનમાં તાજેતરમાં આવેલાં ભૂકંપે જે સ્થિતી સર્જી છે તેમાંથી જાપાન ઝડપથી બેઠું થઈ રહ્યું છે તેની આ બેઠકની વાતચીત દરમિયાન સરાહના કરી હતી. વાઇસ મિનિસ્ટર યુત હોસાકા સીને મુખ્યમંત્રીની આ સંવેદના માટે આભાર માન્યો હતો. જાપાનના વાઇસ મિનિસ્ટરે ગુજરાતની બે દાયકાની ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની સફળતા અંગે તેમણે અનેક વૈશ્વિક મંચ પર પ્રસંશા સાંભળી હતી. આથી તેઓ પોતે જે વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવાની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં હતાં, તે આ વાઇબ્રન્ટ સમિટમાં આવવાથી ફળીભૂત થઈ છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

આ ડેલિગેશનમાં 70 જેટલી કંપનીઓ જોડાઈ છે

વાઇસ મિનિસ્ટરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સાડા ત્રણસોથી વધુ જાપાનીઝ કંપનીઝ કાર્યરત છે અને રાજ્ય સરકારનાં પ્રોએક્ટિવ અભિગમનો તેમને લાભ મળી રહ્યો છે. તેમની સાથે વાઇબ્રન્ટ સમિટનાં આ ડેલિગેશનમાં 70 જેટલી કંપનીઓ જોડાઈ છે તેની પણ તેમણે વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત સાથે સેમિકન્ડક્ટર, હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા-ગ્રીન ગ્રોથ સેક્ટરમાં પાર્ટનરશીપ માટે જાપાન આયોજનબદ્ધ રીતે આગળ વધવા માગે છે.

ગુજરાતે સેમિકન્ડક્ટર પોલિસી બનાવી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં વ્યાપક રોકાણોની તકો વિશે તેમને માહિતગાર કરતાં જણાવ્યું કે, ગુજરાતે સેમિકન્ડક્ટર પોલિસી બનાવી છે, તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર વિકસીત કરી રહ્યાં છીએ. મુખ્યમંત્રીએ ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને પોર્ટ્સ ત્રણેય સેક્ટરમાં ગુજરાત લીડ લેવા સજ્જ છે. તેની ભૂમિકા સાથે જાપાનનાં તેમના તાજેતરનાં પ્રવાસ દરમિયાન આ ક્ષેત્રોનાં વિવિધ ઉદ્યોગો સાથેની ફળદાયી મુલાકાત બેઠકોની માહિતી આપી હતી.

સુઝુકી મોટર્સના વડા તોશીહીરો સુઝુકી ડેલિગેશન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેઓએ મેડ ઈન ઈન્ડિયા વાહનોની નિકાસ કરીને વૈશ્વિક ઓટોમોટિવ માર્કેટમાં ભારતને મજબૂત ખેલાડી બનાવવાની મારૂતિ સુઝુકીની યોજનાઓની ચર્ચા કરી હતી.

કીથ સ્વેન્ડસેન, એ.પી. મોલરના સીઈઓ મેર્સ્ક પીએમને મળ્યા હતા. નરેન્દ્ર મોદીએ ગિફ્ટ સિટીમાં તેમની યોજનાઓનું સ્વાગત કર્યું હતું. તેમની ચર્ચાઓમાં ગ્રીન હાઇડ્રોજનના નિર્ણાયક વિષયો અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનો સમાવેશ થયો હતો.

નેધરલેન્ડ કંપનીના સીઇઓ CMને મળ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અતંર્ગત નેધરલેન્ડની પોર્ટ ઓપરેટિંગ કંપની એપીએમ ટર્મિનલ્સના સીઈઓ કીથ સ્વેન્ડસેન સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત મેરીટાઈમ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને ભારત સહિત વિશ્વની ‘બ્લુ ઇકોનોમી’માં યોગદાન આપવામાં અગ્રણી તરીકે ઉભરી રહ્યું છે. સીઈઓ કીથ સ્વેન્ડસેને મીટિંગ દરમિયાન પીપાવાવ પોર્ટ ખાતે કંપનીની કામગીરીના વિસ્તરણ અને અપગ્રેડેશન અંગે ચર્ચા કરી હતી. તેમણે APM ટર્મિનલ્સે 1998માં ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ તરીકે ભારતના પ્રથમ ખાનગી બંદરની નોંધણી કરીને ગુજરાતમાં પ્રથમ સ્થાપના કરી હતી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Leave a comment