અદાણી સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આદિપુર ખાતે જીએસટી ના પ્રમાણપત્રનું વિતરણ

આદિપુર ટી.એમ.એસ.ડી કોલેજ ખાતે યુવાનોમાં કૌશલ્યનો વિકાસ થાય અને તેમને આજીવિકા મેળવવામાં સરળતા રહે તે માટે અદાણી સ્કિલ ડેવલપમેન્ટ – ભુજ દ્વારા આપવામાં આવેલી જીએસટી વિથ ટેલી અને નાણાકીય સાક્ષરતા તાલીમ પૂર્ણ થયેથી પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કચ્છ મચ્છોયા આહિર વિદ્યા સંકુલના મંત્રી ઘેલાભાઈ આહીર, કોલેજના આચાર્ય દીપાબેન પરમાર અને અદાણી સ્કિલ ડેવલપમેન્ટના કોર્ડીનેટર પૂર્વી ગોસ્વામીએ તાલીમાર્થીઓને પ્રમાણ વિતરણ કર્યા હતા અને કાર્યક્રમનું સંચાલન અઝીઝ છરેચાએ કર્યું હતું.

Leave a comment