અમેરિકાના ઉટાહ શહેરમાંથી સાઈબર કિડનેપિંગનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ચીની વિદ્યાર્થીનું વર્ચ્યુઅલ રીતે અપહરણ કરવામાં આવ્યું હતું અને તેના પરિવાર પાસેથી 66.62 લાખ રૂપિયા (80 હજાર ડોલર)ની ખંડણી માગવામાં આવી હતી.
વિગત મુજબ 17 વર્ષીય કાઈ ઝુઆંગ 20 ડિસેમ્બરથી ગુમ હતો. શોધખોળ બાદ તે બર્ફીલા પહાડો પરથી મળી આવ્યો છે. પોલીસે કહ્યું કે કાઈ ઝુઆંગનું વાસ્તવમાં અપહરણ થયું ન હતું. તેણે અપહરણકારોના કહેવાથી પોતાને ઓઈસોલેટ કરી લીધો હતો. વર્ચ્યુઅલ અપહરણકારોની ધમકીથી તે પહાડોમાં રહેવા ચાલ્યો ગયો હતો.
સાઈબર કિડનેપર્સનો કાઈ ઝુઆંગનો સંપર્ક સ્કાઈપ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર થયો હતો. માતા-પિતાનો જીવ જોખમાં હોવાનું કહી વર્ચ્યુઅલ્સ કિડનેપર્સે તેને ખાતરી આપી હતી કે જો તારે તારાં માતા-પિતાને બચાવવા હોય તો અમે કહીએ તેમ કર. આ પછી અપહરણકર્તાઓએ કાઈ પાસે એવા ફોટોગ્રાફ્સ માંગ્યા જેમાં તેના હાથ-પગ બાંધેલા હતા અને તે એકાંત જગ્યાએ હતો. અપહરણકર્તાઓએ આ તસવીરો કાઈના પરિવારને મોકલી હતી.
